વડાપ્રધાન મોદી પણ કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન..!!

795

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોલડ્રોપની તકલીફથી પરેશાન છે. મોદીએ બુધવારે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટથી વડાપ્રધાન આવાસ સુધી પહોંચવા દરમિયાન તેમને કોલડ્રોપનો સામનો કરવો પડે છે. મોદીએ મુખ્ય વિભાગોના સચિવોની સાથે માસિક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી વાતચીતમાં આ બાબતની જાણ કરી. મોદીએ દૂરસંચાર વિભાગને આ સમસ્યાનું બને તેટલી ઝડપથી સમાધાન શોધવાના નિર્દેશ આપ્યા. સાથે જ એ સુનિશ્ચિત કરવા કહ્યું કે મોબાઈલ ઓપરેટર ગ્રાહકોની સંતુષ્ટિનું સંપૂર્ણ ધ્યાન રાખે.

ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન કોલડ્રોપ સહિત ગ્રાહકોની અન્ય ફરિયાદો અંગે જાણકારી આપી હતી. ત્યારે જ મોદીએ પોતાની સમસ્યા જણાવી. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, વડાપ્રધાને એમ પણ પૂછ્યું કે કોલડ્રોપ પર ટેલિકોમ કંપનીઓ પાસેથી કેટલી પેનલ્ટી લેવામાં આવી. તેના પર ટેલિકોમ વિભાગ કોઈ જાણકારી ન આપી શક્યું.

ટેલિકોમ સચિવે કહ્યું કે ત્રણ વાર કોલડ્રોપ પર ૧ રૂપિયાના ચાર્જનો પ્રસ્તાવ લાગુ ન થઈ શક્યો. નછૈંના ક્વૉલિટી ઑફ સર્વિસ નોર્મ્સ પ્રમાણે, નેટવર્કની મુશ્કેલીઓ જેવા મામલાઓમાં વધુ પેનલ્ટીની જોગવાઈ છે. પરંતુ મોબાઈલ ઓપરેટર્સ વિરોધ કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે ટેલિકોમ સેક્ટરની મુશ્કેલીઓનું સમાધાન આધુનિક ટેક્નીકથી થવું જોઈએ. મોદીએ સીમાવર્તી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કના મુદ્દાઓના ઉકેલ શોધવાના પણ નિર્દેશ આપ્યા. જેથી દેશવિરોધી ગતિવિધિઓમાં મોબાઈલ નેટવર્કનો ઉપયોગ અટકાવી શકાય.

Previous article29 ઓક્ટોબરથી શરૂ થશે રામ મંદિર કેસની સુનાવણી
Next articleત્રણ તલાક પર સરકારે લાવેલો વટહુકમ મુસ્લિમ મહિલાઓના વિરોધમાં : ઔવેસી