ત્રણ જગ્યા પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી, એક ફુંકાયો

696

એડલ્ટરી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસાસુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ ત્રિપલ તલાક પર લાવવામાં આવેલા વટહુકમને પરત ખેંચી લેવાની માંગ કરી હતી. ટિ્‌વટ કરતા કહ્યું હતું કે, મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બોધપાઠ લઇને ત્રિપલ  તલાક ઉપર પોતાના ગેરબંધારણીય વટહુકમને પરત લેશે.

સુપ્રીમ કોર્ટે આજે એડલ્ટરીને અપરાધની હદમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે એડલ્ટરી અથવા તો વ્યાભિચાર મામલામાં આઈપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી હતી. ત્યારબાદ ઓવૈસીએ કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યા નથી જ્યારે કોર્ટે ૩૭૭ અથવા તો ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી છે. ઓવૈસીએ કહ્યું છે કે, મોદી સરકાર આ નિર્ણયથી બોધપાઠ લઇને આગળ વધે તે જરૂરી છે.

ત્રિપલ તલાક ઉપર પોતાના ગેરબંધારણીય વટહુકમને પરત લેવાની ઓવૈસીએ માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, તેમના અભિપ્રાય મુજબ ત્રિપલ તલાકના વટહુકમને કોર્ટમાં પડકાર ફેંકી શકાય છે કારણ કે તે એક ફ્રોડ તરીકે છે. વટહુકમના પ્રથમ પેજમાં સરકાર કહે છે કે, સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય ગણાવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની કોઇ વાત કરી નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે એકમતથી આપવામાં આવેલા ચુકાદામાં બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણનાર કલમ ૩૭૭ને ખતમ કરી દીધી છે. હવે ઓવૈસી ૩૭૭ અને ૪૯૭ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રિય કેબિનેટે એક વખતમાં ત્રિપલ તલાકને અપરાધ તરીકે ગણવાના વટહુકમને મંજુરી આપી હતી.

Previous articleતેલંગાણા કોંગ્રેસ પ્રમુખના ઘરે આઈટીની રેડ : કોંગ્રેસે કહ્યું, રાજકીય કિન્નાખોરીથી રેડ
Next articleસરદાર પટેલની પ્રતિમા મેડ ઇન ચાઈના છે : રાહુલ ગાંધી