ડોનાલ્ડ ટ્રમ્પ ’યોગ્ય સમયે’ ભારતના પ્રવાસે આવશે : યુએસ અધિકારી

883

યુએસના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેવા માટે ઉત્સુક છે. યુએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ’યોગ્ય સમયે’ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત લેશે. આ માટે હાલ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.ધ પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ફોર સાઉથ એન્ડ એશિયા એલિસ વેલ્સના જણાવ્યા પ્રમાણે, “હું ચોક્કસ છું કે રાષ્ટ્રપ્રમુખ યોગ્ય સમયે જરૂર ભારતની મુલાકાત લેશે.” નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પને ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ટ્રમ્પને આમંત્રણ આપી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ શું આમંત્રણને માન આપીને ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે કે નહીં તેવા સવાલના જવાબમાં વેલ્સે જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્તરે અને વિદેશમાંથી મળેલા આમંત્રણને ધ્યાનમાં રાખીને વ્હાઇટ હાઉસે આ બાબતે કોઈ નિર્ણય લેશે.” વેલ્સે વધુમાં જણાવ્યું હતું કે મને આનંદ થાય છે કે મોટી સંખ્યામાં કેબિનેટ અધિકારીઓ અને હાઇ લેવલ વિઝિટર્સ દર મહિને ભારતની મુલાકાત લઈ રહ્યા છે. આ વાત બંને દેશ વચ્ચે સારા સંબંધોને દર્શાવે છે.

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૧૭માં થઈ હતી, આ બાદ પણ દ્વીપક્ષીય બેઠકોમાં બંને નેતાઓ એક બીજાને મળી ચુક્યા છે.

Previous articleબિહારના મુંગેરમાંથી એકે-૪૭નો મોટો જથ્થો જપ્ત કરાયો
Next articleBSFથી ગભરાયું પાકિસ્તાન, ૫ કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવ્યો