બિહારના મુંગેરમાંથી એકે-૪૭નો મોટો જથ્થો જપ્ત કરાયો

937

બિહારના મુંગેરમાં પોલીસે ફરી એક વાર એકે-૪૭નો જથ્થો ઝડપી પાડ્યો છે. બરહદ ગામની સરહદે  આવેલા એક કુવામાંથી પોલીસે એકસાથે ૧૨ જેટલી એકે-૪૭ રાઇફલો શોધી કાઢી છે.

સમગ્ર ઘટનાની માહિતી આપતા એસપી બાબૂ રામે જણાવ્યું હતું કે ૨૯ ઓગસ્ટે મોહમદ ઇમરાનને જમાલપુર પોલીસે ત્રણ એકે-૪૭ સાથે પડક્યો હતો. જે પછી વિસ્તારમાં એકે-૪૭ રાઇફલોની તસ્કરી થવાની ભાળ મળી હતી. દરોડામાં મોહમદ શમશેર અને ઇમરાનની બહેન રિઝવાનાની બરહદ ગામેથી પોલીસે ત્રણ એકે-૪૭ સાથે ધરપકડ કરી હતી.  જબલપુર ઓર્ડિનેન્સ ડેપો તરફથી પણ ૬૦ થી ૭૦ એકે-૪૭ રાઇફલો મુંગેરમાં ઘુસાડવામાં આવી હોવાની માહિતી મળી હતી. જે પછી શમશેરના રિમાન્ડ લેતા આમના ખાતૂન, મોહમદ એજાજુલ, મોહમદ ભુટ્ટોના ઘરે  બે-બે એકે-૪૭રાઇફલ સંતાડી હોવાની જાણકારી મળી હતી. મોહમદ એજાજુલના પુત્ર તૌફીક પાસેથી પણ એકે-૪૭, ઇન્સાસ, એસએલઆરની કારતૂસોથી ભરેલી બેગ મળી આવી હતી. તૌફીકની ધરપકડ બાદ મુખ્ય સુત્રધાર તરીકે તેણે બરહદની સીમામાં આવેલા એક કુવામાં સંતાડેલી ૧૨ એકે-૪૭ રાઇફલોની માહિતી આપી હતી. ગુરૂવાર રાત્રે દરોડા પાડતા પોલીસે કુવામાંથી એકસાથે ૧૨ એકે-૪૭ રાઇફલો જપ્ત કરી હતી.

Previous articleસબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશને આખરે લીલીઝંડી મળી
Next articleડોનાલ્ડ ટ્રમ્પ ’યોગ્ય સમયે’ ભારતના પ્રવાસે આવશે : યુએસ અધિકારી