મને કોઈ જરૂર નથી કે લોકો મારા સારા વ્યવહારને સ્વીકારે : નાના પાટેકર

1358

બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પર જાતિય સતામણીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. આવામાં ઘણા બોલીવુડ કલાકારો તનુશ્રી દત્તાનાં સપોર્ટમાં આવ્યા છે. આ મામલે હવે નાના પાટેકરે પણ જવાબ આપ્યો છે.

આ મુદ્દે લોકો દ્વારા તેમના પ્રત્યે ધારણા બનાવવા પર તેમણે કહ્યું કે, “આ તમારા પર નિર્ભર કરે છે તમે કઇ વાત પર વિશ્વાસ કરવા ઇચ્છો છો. શું તમને લાગે છે કે હું એટલો ખરાબ માણસ છું? શું લોકો મારા વિશે કંઇપણ નથી જાણતા? મને કોઇ જરૂર નથી કે લોકો મારા સારા વ્યવહારને સ્વીકારે.”

વધુમાં નાના પાટેકરે કહ્યું કે, ” હું ફિલ્મોમાં વધારે નાચતો નથી તો હું કોઇને અશ્લિલ સ્ટેપ રાખવા શા માટે કહીશ? આવી પરિસ્થિતિમાં યા તો હું બધા આરોપોને ફગાવી શકું છું કે તે જૂઠ બોલી રહી છે, અથવા મારી ઇમેજ ખરાબ કરવા પર હું તેને કૉર્ટમાં ઢસડી શકું છું. આ સિવાય હું શું કરી શકું છું? પરંતુ હુ પરત આવીને બધી વાતો કરીશ અને આશા છે કે ત્યાં સુધી લોકો કોઇ નિર્ણય પર નહી પહોંચે.

Previous articleકરીના કપુરના શોમાં સની લિયોન પ્રથમ ગેસ્ટ બનશે
Next articleઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મારા ભાગે બહુ ઓછી એક્શન કરવાની આવી : કેટરિના કૈફ