ભાજપનો એજન્ટ નથી, મોદી-શાહનો સૌથી મોટો વિરોધી છુંઃ દિગ્વિજય સિંહ

1062

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે બસપાઁના અધ્યક્ષ માયાવતીએ તેમની પર લગાવેલા આરોપોને ફગાવી દીધા છે.

દિગ્વિજય સિહે કહ્યું કે હું માયાવતીનું સન્માન કરૂ છું હું કોંગ્રેસ અને મ્જીઁના ગઠબંધનનો સમર્થક છું. છત્તીસગઠમાં ગઠબંધનને લઈને વાત થઈ રહી હતી પરંતુ માયાવતી આ માટે તૈયાર ના થયા. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ અને મ્જીઁની વચ્ચે ગઠબંધને લઈને વાત થઈ રહી હતી પરંતુ મધ્યપ્રદેશમાં તેમને ૨૨ સીટો પર તેમના ઉમેદવારની ઘોષણા કરી દીધી.

મ્ત્નઁના એજન્ટ હોવાના આરોપ પર દિગ્વિજય સિહે કહ્યું કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મ્ત્નઁ અને ઇજીજીનો સૌથી મોટો આલોચક છું. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે, અમે બધા તેમના આદેશોનું પાલન કરીશું.

આ અગાઉ માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ ઘમંડી થઈ ગઈ છે અને કોંગ્રેસને ગેરસમજ છે કે તે મ્ત્નઁને એકલા હાથે હરાવી દેશે. પરંતુ સત્યએ છે કે લોકો કોંગ્રેસને તેમની ભૂલો અને ભષ્ટાચારના કારણે  ભૂલ્યા નથી.

Previous articleમુસ્લિમ સમુદાયે મમતા સરકાર સામે મોરચો ખોલ્યો, ઈમામોને સ્ટાઈપેન્ડ આપવા માગ
Next articleઓક્સફૈમ બેસ્ટ ફિલ્મ ઓન જેન્ડર ઇકવાલીટી એવોર્ડ ૨૦૧૮!