બંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરીને પોતાની જાતને મારી ગોળી

804

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત બેકર્સફિલ્ડમાં એક બંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરીને પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

કર્ન કોઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમયાનુસાર બુધવારે સાંજે 5.20 વાગે બેકર્સફિલ્ડમાં બીયર માઉન્ટેન પાછળ સ્થિત એક ટ્રકિંગ બિઝનેસમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે આવ્યો હતો. આ શખ્સે ગોળીઓ વરસાવાની શરુ કરી દીધું હતું. આ દરમિયાન તેણે પોતાની પત્નીને પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ફાયરિંગ કરને તે ત્યાંથી ભાગીછૂટ્યો હતો. જોકે, પાલીસે તેને રસ્તામાં જ ઘેરી લીધો હતો. ત્યારબાદ તેમણે પોતાને જ ગોળી મારી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર યુવકી ઓળખ થઇ નથી. એ પણ જાણવા મળ્યું નથી કે અન્ય મૃતકો તેના ઓળખીતા હતા કે કેમ?

Previous articleરાહુલ ગાંધી : PMએ તાત્કાલિક જેટલીને પદ પરથી હટાવવા જોઈએ
Next article૨૦૧૬માં આપઘાત કરનાર દર ત્રીજી મહિલા ભારતીય