મોટી પાણીયાળી કલસ્ટર કક્ષાના કલા ઉત્સવની થયેલી ઉજવણી

1064

આજરોજ પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની તમામ પેટા શાળામા જીસીઈઆરટી દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સંચાલિત તેમજ મોટી પાણિયાળી કલસ્ટર દ્રારા આયોજિત કલસ્ટર કક્ષાના “કલાઉત્સવ”ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં મોટી પાણીયાળી કે.વ. શાળા  તથા અનિડા ડેમ તથા માંડવડા ૧ શાળા તથા માંડવડા ૨ પ્રા.શાળા તથા લાખાવાડ પ્રા.શાળા તથા માઇધાર પ્રા.શાળા અને ખોડીયારનગર પ્રા.શાળા આ કલા ઉત્સવ જોડાયેલ. જેમાં વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્રકલા, કાવ્યલેખન, નિબંધ લેખન તથા વકૃત્વ સ્પર્ધા યોજાયેલ. આ કાર્યક્રમની શરૂઆત ચૌહાણ જયંતીભાઈ કે સી.આર.સી.કો મોટી પાણિયાળી તથા ગોહિલ શૈલેષભાઇ તથા ગોહિલ પ્રવીણભાઈ, સોરઠીયા જાહિદભાઈ, ખૈર નવજીભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ. ત્યારબાદ શાબ્દિક સ્વાગત સોરઠીયા જાહિદભાઈ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ લાખાવાડ પ્રા.શાળાના ભૂલકાઓ દ્વારા દેશભકતી ગીત તથા સુવિચાર રજુ કરવામાં આવેલ અને આ કાર્યક્રમને અંતે સમાપનમા કલા ઉત્સવનું પરિણામ જાહેર કરવામાં આવેલ. જેમાં સમગ્ર કલસ્ટરમા નિબંધલેખન સ્પર્ધા મા પ્રથમ નંબર પર ગોહિલ વિધિબેન અશોકભાઈ (અનિડા ડેમ પ્રા.શાળા) આવેલ. જ્યારે વકૃત્વમા સમગ્ર કલસ્ટરમાં પ્રથમ નંબરે મકવાણા માનસીબેન દિલીપભાઈ આવેલ તથા ચિત્ર સ્પર્ધામાં સમગ્ર કલસ્ટરમા પ્રથમ નંબર પર કળસરિયા સ્નેહાબેન આર આવેલ તથા કાવ્યલેખનમા સમગ્ર કલસ્ટરમા પ્રથમ નંબર પર ડાંગર રાજનભાઈ મનુભાઈ (અનિડા ડેમ પ્રા.શાળા) આવેલ. તમામ સ્પર્ધામાં  પ્રથમ નંબર આવેલ  બાળકો તાઃ૦૯/૧૦/૨૦૧૮ ના રોજ તાલુકા કક્ષાના “કલાઉત્સવ”મા ભાગ લઈ મોટી પાણીયાળી કલસ્ટરનું પ્રતિનિધિ કરશે.

Previous articleમહુવાની બેલુર વિદ્યાલયનું ખેલ મહાકુંભમાં જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન
Next articleપાલીતાણાની પ્રા. શાળામાં સ્વાઈન ફ્લુથી રક્ષા પોટલી બાળકોને બાંધવામાં આવી