નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ

177

રવેચીધામ ખાતે પ્રકૃતિની વંદના કરી અનોખી ઉજવણી કરી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા રૂવાગામ ખાતે આવેલ રવેચીધામના પટાંગણમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે. આપણી પરંપરામાં ગુરુ-શિષ્ય નું અનેરૂ મહત્વ છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્ય છે જેણે પોતાના હાથનો અંગુઠો કાપી પોતાની ગુરુદક્ષિણા આપી હતી. આવા અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિમાં છે. આજના પવિત્ર દિવસે શિષ્ય ગુરુની વંદના કરી અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે.નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે આજરોજ ગુરુપૂર્ણિમા નિમિતે પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રકૃતિ એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું અનેરૂ મહત્વ છે. પ્રકૃતિના દરેક કણ માં ઈશ્વરનો વાસ છે આથી આજરોજ પ્રકૃતિની વંદના કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleસોમવારથી શહેર જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ ફરી શરૂ થશે
Next articleપાલિતાણામાં ધર્મશાળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા બે લોકો સામે ગુનો નોંધાયો