પાલિતાણામાં ધર્મશાળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા બે લોકો સામે ગુનો નોંધાયો

391

ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે જૈન ધર્મશાળામાં ચાર્તુમાસ પ્રવેશ નિમિત્તે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમ માં નિયત સંખ્યા કરતાં વધુ લોકો એકઠા થતાં આયોજકો વિરુદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સમગ્ર બનાવ અંગે પાલિતાણા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.૨૨/૭ના રોજ પાલિતાણા ના તળેટી રોડપર આવેલ સુણત્તર ભવન ધર્મશાળા ખાતે ચાર્તુમાસ પ્રવેશ અન્વયે જૈન સંઘ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની કોરોનાની મહામારી ને પગલે લોકો ના ટોળા એકઠા થવા પર પ્રતિબંધ હોય આમ છતાં આ સ્થળે ૩૦૦ થી વધુ લોકો એકઠા થયા હોય આથી પાલિતાણા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આયોજક વિજય મંગળદાસ શેઠ રે.મોડાસા જિ.અરવલ્લી તથા ચંદ્રકાન્ત કેશવલાલ જોગાણી રે.નવસારી વાળા વિરુદ્ધ આઈપી કલમ ૧૮૮, ૨૬૯, ૧૧૪ મુજબ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.