બંગાળ : દુર્ગાપૂજા સમિતિને નાણાં ન આપવા માટે આદેશ

810

પશ્ચિમ બંગાળ સરકારને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે કોલકાતા હાઈકોર્ટે દુર્ગાપૂજા સમિતિઓને પહેલાથી જ કોઈ ચૂકવણી ન કરવા મમતા બેનર્જી સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે. બંગાળ સરકારને આગામી મંગળવાર સુધી દુર્ગાપૂજા સાથે જોડાયેલી પોતાની ચૂકવણી યોજનાને રોકવા માટેના આદેશ જારી કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગાપૂજા સમિતિઓને જંગી નાણા આપવાની જાહેરાત કર્યા બાદ ભારે હોબાળો થઈ ગયો હતો. હવે મંગળવારના દિવસે આ મામલા ઉપર ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. યોજના હેઠળ રાજ્યની દરેક દુર્ગાપૂજા સમિતિને ૧૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત મમતા બેનર્જી સરકાર દ્વારા કરવામાં આવી હતી. મમતા બેનર્જી સરકારે કુલ ૨૮ કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી હતી. હાઈકોર્ટના વકીલ સૌરભ દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ આદેશ કરાયો હતો.

સૌરભે ૧૯મી સપ્ટેમ્બરના દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલી દુર્ગાપૂજા સમિતિઓને ૧૦ હજાર રૂપિયાની રકમ આપવા માટેની જાહેરાત કરી હતી. અરજીમાં ફરી એકવાર દાનની રકમને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને મમતા બેનર્જી સરકારની ટીકા કરાઈ હતી. બંગાળમાં ૨૮૦૦ થી વધારે સામુદાયિક દુર્ગાપૂજા સમિતિ છે. તેમના માપદંડને લઈને હવે રકમ આપવામાં આવશે. એક પૂજા સમિતિને ૯૦૦૦ રૂપિયા મળે છે તો બાકી પૈસાનું શું થશે તેને લઈને પણ પ્રશ્નો થઈ રહ્યા છે. ૨૮ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. મમતા બેનર્જી સરકારને કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને એક મોટા ફટકા તરીકે જોવામાં આવે છે. મમતા બેનર્જી આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને આ મુજબના પગલાંઓ લઈ રહી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GPSC, PSI, પરીક્ષાની તૈયારી માટે
Next article૧ દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૧૮ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો