આઈઆરસીટીસી કૌભાંડમાં રાબડીદેવી અને પુત્ર તેજસ્વી યાદવાને જામીન

880

સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ઈન્ડિયન રેલવે કેટેરીંગ એન્ડ ટ્યુરીઝમ કોર્પોરેશન કૌભાંડ કેસમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ તથા અન્યોને આજે જામીન મળી ગયા હતા.

આની સાથે જ લાલુના પરિવારના સભ્યોને રાહત થઈ હતી. દિલ્હી કોર્ટના સ્પેશિયલ જજ અરૂણ ભાર્ગવ દ્વારા ૧૯મી નવેમ્બર સુધી તેમને વચગાળાના જામીન અપાયા હતા. કથિત કૌભાંડમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરીંગ કેસમાં આ તમામને જામીન મળ્યા હતા. કોર્ટે ૧૯મી નવેમ્બરના દિવસે સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. એક લાખ રૂપિયાના અંગત બોન્ડ અને આટલી જ રકમના આધાર ઉપર તેમને જામીન આપવામાં આવ્યા છે.

Previous article૧ દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૧૮ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો
Next articleરાજસ્થાનના શિરોહીમાં કારમાંથી કરોડો રૂપિયા પકડાયા, લઈ જવાતા હતા ગુજરાતમાં