ચૂંટણી યાદીમાં છબરડાં, ૧ પુરુષને ૭ વખત મહિલા તથા પુરુષની યાદીમાં સમાવેશ

1255

ગુજરાતમાં હજુ લોકસભાની ચૂંટણીની ઘણી જ વાર છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીમાં સુધારા-વધારા તથા ભૂલ હોય તો જણાવવા અનેક પ્રકારના રજાના દિવસે કેમ્પ યોજાતા હોય છે. ત્યારે હમણાં જ એક નગરસેવક એવા પિન્કી પટેલને પટેલમાંથી બ્રાહ્મણ બનાવી દીધા હતા. તે મુદ્દાથી હજુ શાહી ચુકાઈ નથી. ત્યાંજ ૩૬, એવી ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિભાગ ૧, આનંદનગર સે.૨૭માં રહેતા એક અરજદારનો ફોટો અલગ અલગ નામોમાં, જ્ઞાતિમાં, ઉંમરથી લઈને તમામ જગ્યાએ ભારે તફાવતો દર્શાવતા યાદી બહાર પડતાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુધારણા યાદીમાં એક નહીં પણ અનેક વખત ભૂલો તથા ૭ જગ્યો એક જ વ્યક્તિનો ફોટો લગાડવામાં આવે તે કેટલું યોગ્ય છે ? ચૂંટણી પંચમાં કામ કરતાં કર્મચારીઓની ભૂલ કે મહાભૂલ, આટલી મોટી વેબસાઈટમાં એક જ વ્યક્તિને ત્રણથી ચાર વખત મહિલાના નામો સાતે અને ત્રણ વખત પુરુષના નામો સાથે સંકલને ફોટો તો તમામાં એક જ દર્ખાવવામાં આવે તો એક નહીં પણ અનેક ભૂલોના છબરડાં જોવા મળી રહ્યા છે.

Previous articleજિલ્લામાં સ્વાઇન ફ્‌લૂથી વધુ એક મોત : મૃત્યુઆંક ૭ સુધી પહોંચ્યો
Next articleગુજરાતના ૪ શહેરોમાં રિયૂઝ વોટર પ્લાન્ટ સ્થપાશે