ઓરિસ્સા-આંધ્રમાં તિતલી તોફાનનું સંકટ : તંત્ર સજ્જ

1147

બંગાળના અખાત પર સર્જાયેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાને હવે વિનાશકારી સ્વરુપ ધારણ કરી લીધું છે જેના ભાગરુપે તંત્ર પ સાબદુ થઇ ગયું છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઓરિસ્સામાં સ્કુલ કોલેજો બંધ કરવામાં આવ્યા બાદ ંત્ર બિલકુલ સાવધાન થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ ચક્રવાતના કારણે ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. ચક્રવાતના ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સરકાર સાવચેતીના પગલા લઈ રહી છે. નિચલા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ સક્રિય કરવામાં આવી છે.

ગુરુવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ ઓરિસ્સાના દરિયાકાંઠે તોફાન ત્રાટકી શકે છે. આની અસર હેઠળ ભારે વરસાદ થશે. તીવ્રતા પણ વધુ થશે. તિતલી ખુબ જ વિનાશકારી છે. દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે તેની અસર હેઠળ ભારે વરસાદ થશે. ઓરિસ્સા સરકારે રાજ્યની તમામ સ્કુલ કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને ૧૧મી અને ૧૨મી ઓક્ટોબરે બંધ રાખવાના આદેશ કર્યા છે. વિદ્યાર્થી ચૂંટણી રદ કરવામાં આવી છે. બીજી બાજુ ભરતી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં એકાએક પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. એનડીઆરએફની ૧૪ ટીમો ઓરિસ્સામાં તૈયાર કરવામાં આવી છે. ૮૩૬ રાહત કેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં ટ્રેન સેવા ખોરવાઈ જવાની દહેશત પણ દેખાઈ રહી છે. કેટલીક લાંબા અંતરની ટ્રેનો હાલપુરતી મોકૂફ રાખવામાં આવી છે.

Previous articleપંજાબમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની એકે-૪૭ રાયફલ સાથે ધરપકડ
Next articleશૂઝ પહેરીને પોલીસ કર્મચારી જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરે