સાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસના ઝડપી ટ્રાયલ માટે બે ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિયુક્તિ

1229

સાબરકાંઠામાં માસૂમ બાળકી પર અને સુરતમાં બે નાની બાળાઓ પર થયેલા દુષ્કર્મના ઝડપી ટ્રાયલ માટે ફાસ્ટટ્રેક જજની નિમણૂંક કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ કે. બી. ગુજરાથી તેમજ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ આર. કે. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે. આ ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંક કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં દુષ્કર્મ કેસના આરોપીઓને સખ્ત સજા થાય અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબધ્ધ છે તેની પુષ્ટિ આ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂંકથી થઇ છે.

Previous articleફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ખાતે એક દિવસીય યુજીસી ઓર્ગેનાઈઝેશન વર્કશોપનું આયોજન
Next articleજિલ્લામાં યોજાનાર એક્તા યાત્રાનો બીજો તબક્કો ફેરફાર સાથે ૧૫ થી ૨૪ નવેમ્બર દરમ્યાન યોજાશે