ધંધાદારી ગરબા સામે નગરજનો પરંપરાગત શેરી ગરબાની મોજ માણી રહ્યા છે

1484

શહેરના પાર્ટી પ્લોટના ગરબામાં રંગબેરંગી વસ્ત્રોમાં ગાંધીનગરના યુવાનો હિલ્લોળે ચઢ્યાં છે. તો બીજી બાજુ નગરની નાની શેરીઓથી લઇને ચોકઠામાં પરંપરાગત રાસ – ગરબાની રમઝટ જોવા મળી રહી છે. સેકટર – પ/સી ખાતે પરંપરાગત રીતે માતાજીની આરાધના કરવા માટે માથે ગરબો મુકી શેરી ગરબાનો આનંદ નગરજનો નવરાત્રી દરમિયાન માણી રહ્યા છે. નાગરીકો જાજરમાન સુશોભિત રંગો તરફ આકર્ષાઇ રહ્યાં છે. ત્યારે ગલીઓમાં રહીશો દ્વારા ગવાતા માતાજીના આરાધનાના સુમધુર ગરબા, ગીતોનો અવાજ નામશેષ થઇ રહ્યો છે. શેરીઓ જાણે સુનકાર ભાસે છે. જમાના પ્રમાણે કલ્ચરમાં બદલાવ આવી રહ્યો છે. પહેલા માતાજીની આરાધના કરવા માટે શેરીમાં સૌ નાગરીકો એકઠા થઇનો પરીવારની જેમ ભક્તિમય વાતાવરણમાં પોતાના મુખેથી ગરબાના ગીતોના સ્વરો છેડતા હતાં. ગરબા રમતી દરેક બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લ્હાણી આપવામાં આવતી હતી, તેમાં કોઇ પણ ભેદભાવ રાખવામાં આવતો ન હતો. સૌને સમાન ગણીને દરેકને લાહણીના રૂપે વાસણ કે વસ્તુ અપાતી હતી.  નવરાત્રીએ ભક્તિ અને શક્તિને આરાધવાનો પર્વ છે. પરંતુ અત્યારના સમયનું યુવાધન ભક્તિની આરાધના ઓછી અને ગરબાના બહાને ફરવાને રવાડે ચઢી ગયું છે. તેમણે શેરી ગરબામાં આપવામાં આવતી લ્હાણી વિશે કહ્યું હતું કે લ્હાણીએ દિકરીઓને આપવામાં આવતું સુકન છે જે શક્તિની આરાધના દરમિયાન શેરી ગરબામાં તેમને આપવામાં આવતું હતું. તે પરંપરા તો શહેરમાં ભૂલાઇ રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ એ આ પ્રથા ચાલુ છે.

Previous articleશહેરમાં રખડતા ઢોરના નિયમનનું પાલન કરવામાં મનપા નિષ્ક્રિય
Next articleમાર્કેટોમાંથી ૧૩૬ કિલો પ્લાસ્ટિક ઝડપી પાડ્‌યું