બ્રિટન સંસદમાં રોબોટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો,લોકોએ વડાપ્રધાનને ટ્રોલ કર્યા!!

871

UKમાં પહેલી વખત કંઈક એવુ બન્યુ કે જેણે સમગ્ર દુનિયાને અચંબામાં પાડી દીધી છે. સામાન્ય રીતે સંસદમાં મંત્રીઓ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવતો હોય છે પરંતુ બ્રિટનમાં પહેલી વખત એક રોબોટ દ્વારા રિપોર્ટ રજૂ કરવાાં આવ્યો છે. જો કે, સંસદમાં રોબોટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી ઘણા નાગરીકો નારાજ થયા છે. જેના કારણે લોકો અલગ-અલગ રીતે વડાપ્રધાન થેરેસા મેની મજાક ઉડાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ રોબોટનું નામ ‘પેપર’ છે. પરંતુ લોકોએ તેનુ નામ બદલીને વડાપ્રધાન થેરેસા મેની સાથે જોડીને ‘મેબોટ’ રાખી દીધુ છે. આ રોબોટે અમેરિકન એસ્રેન્ટમાં રિપર્ટ રજૂ કર્યો છે. જેના માટે લોકોએ તેમની ખૂબ જ મજાક ઉડાવી છે. એજ્યુકેશન સિલેક્ટ કમિટિનાં અધ્યક્ષ અને સાંસદ રૉબર્ટ હફૉને ‘પેપર’ને આમંત્રિત કર્યો. ત્યારબાદ પેપરે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો.

રોબોટે એજ્યુકેશન સિલેક્ટ કમિટિની સામે છૈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સિસ) વિશે જણાવ્યું અને શાળાઓમાં કેવા કેવા ફેરફાર કરવા જોઈએ તે અંગે પણ માહિતી આપી. આ રોબોટ મિડિલસેક્સ યૂનિવર્સિટીનો રોબોટ છે. જેનુ પ્રેઝન્ટેશન કમિટિ અને સાંસદ આ પહેલા પણ જોઈ ચુક્યા છે. જ્યારબાદ જ તેને રિપોર્ટ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. જો કે, ટ્‌વીટર પર લોકોએ વડાપ્રધાન થેરેસા મેને ખૂબ ટ્રોલ કર્યા છે.

Previous articleઅરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ બોર્ડમાં સ્વતંત્ર અધિક નિર્દેશ તરીકે સ્થાન મળ્યું
Next articleપત્રકાર ખશોગીની હત્યામાં સાઉદીના પૂર્વ રાજકીય નેતાનો હાથઃ રિપોર્ટ