પત્રકાર ખશોગીની હત્યામાં સાઉદીના પૂર્વ રાજકીય નેતાનો હાથઃ રિપોર્ટ

686

વોશિંગ્ટન પોસ્ટના ગુમ પત્રકાર જમાલ ખશોગીની હત્યામાં સાઉદીના પૂર્વ રાજનાયિક માહેર અબ્દુલ અજીજ મુતરેબની મહત્વની ભૂમિકામાં છે. અમેરિકન ચેનલ સીએનએનેના સૂત્રો દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણએ સાઉદીમાં તપાસ અધિકારી રહી ચૂકેલા મુતરેબને સમગ્ર કાવતરાંની જાણ હતી. તેઓ ક્રાઉન પ્રીન્સ મોહમ્મદના ખાસ માનવામાં આવે છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, આ અશક્ય છે કે, સલમાનનો કોઈ ખાસ અધિકારી તેમની જાણ વગર વિદેશના કોઈ ઓપરેશનમાં સામેલ હોય.

તુર્કીના સબાહ અખબાપે ગુરુવારે ખશોગીના ગુમ થયા પહેલાંની સીસીટીવી ફૂટેજની ૪ તસવીરો રજૂ કરી છે. તેમાં ઈસ્તાંબુલ સ્થિત સાઉદી દૂતાવાસાથી લઈને રાજદૂતના ઘર સુધીની તસવીરો છે.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર ખશોગીની હત્યાની શંકા વ્યક્ત કરી છે. ગુરુવારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સાઉદીથી પરત આવ્યાને થોડીવાર પછી જ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે, હવે તેમને લાગે છે કે ખશોગીની હત્યા થઈ ગઈ છે.

ટ્રમ્પે કહ્યું કે, તેઓ સઉદી અને તુર્કીના તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જો પત્રકારની હત્યામાં સાઉદીનો હાથ હશે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ પહેલાં ટ્રમ્પે બુધવારે જ તુર્કીને ખશોગીની હત્યા સાથે જોડાયેલા મહત્વના પૂરાવા આપવાનો આદેશ આપ્યો હતો.

Previous articleબ્રિટન સંસદમાં રોબોટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો,લોકોએ વડાપ્રધાનને ટ્રોલ કર્યા!!
Next articleઓમપ્રકાશ ચૌટાલાએ બે પૌત્રો દુષ્યંત, દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા