સેંસેક્સ ફરી ૬૪૬ પોઇન્ટ ઉછળી નવી ઉંચી સપાટીએ

328

શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા છ દિવસથી ચાલતી મંદી ઉપર બ્રેક મુકાઈ હતી. બેંચમાર્ક ઇન્ડેક્સમાં સ્માર્ટ વાપસી થઇ હતી. બેંકિંગના શેરમાં તીવ્ર લેવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ મૂડીરોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં જ ઉલ્લેખનીય વધારો થઇ ગયો હતો. સેંસેક્સ આજે ૬૪૬ પોઇન્ટ ઉછળીને ૩૮૧૭૮ની સપાટીએ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે યશ બેંકના શેરમાં પાંચ ટકાનો સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સના ૩૦ શેરમાં આઠ શેરમાં મંદી અને ૨૨ શેરમાં તેજી રહી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૮૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૫૧૩ રહી હતી. બેંક નિફ્ટીમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો અથવા તો તેમાં ૧૦૧૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૮૭૮૬ રહી હતી. નિફ્ટીના શેરમાં મોટાભાગના શેરમાં આજે તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આઈટી સિવાયના તમામ ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૩.૪૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૬૦૯૫ રહી હતી. ફાઈનાન્સિયલ સર્વિસ, રિયાલીટી અને મેટલના કાઉન્ટરોમાં તેજી જામી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૮૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૮૬૯ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૨૭૯૬ પોઇન્ટની સપાટી રહી હતી તેમાં ૮૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. ટાઈટન કંપનીના શેરમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા ગ્રુપનું કહેવું છે કે, જ્વેલરી બિઝનેસમાંથી રેવેન્યુ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત ઘટી શકે છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત તેમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. આશેરમાં ૨.૪૧ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી નીચે પહોંચી રહી છે. આવી જ રીતે ઇન્ડિયા માર્ટના શએરમાં ૧૮ ટકાની આસપાસનો ઉછાળો આજે નોંધાયો હતો. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં ૧૦ વર્ષની નીચી સપાટી જોવા મળી રહી છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ દ્વારા કંપનીના પ્રમોટર શેર હોલ્ડિંગને જપ્ત કરી લેતા તેના શેરમાં અફડાતફડી રહી છે. કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પરિણામો જાહેર કર્યા નથી. ડીએચએફએલની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. કારણ કે, કંપનીના ટોપના લોકો તપાસના સકંજામાં આવી ગયા છે. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. એશિયન શેરબજારમાં આજે મંદી રહી હતી. એક સપ્તાહમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ટ્રેડ એન્ડ ફોરેન પોલિસીને લઇને અમેરિકા અને ચીન વચ્ચે મતભેદો વધુ ગંભીર બની રહ્યા છે જેની અસર આજે જોવા મળી હતી. તેલ કિંમતોમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં નવ સેન્ટનો ઘટાડો રહેતા તેની કિંમત ૫૮.૧૫ રહી હતી.

 

Previous articleનોકરીને વધારી દેવા માટે કેન્દ્ર સરકાર પગલા લેશે
Next articleબૌદ્ધિકો વિરુદ્ધ રાજદ્રોહના કેસ માટે મોદી સરકાર-ભાજપને દોષ દેવો તદ્દન ખોટુંઃ જાવડેકર