આવતીકાલથી ગુજરાતમાં સ્કૂલ-કોલેજોનું ઓનલાઇન શિક્ષણ શરૂ થશે

249

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૫
કોરોના કાળને ધ્યાનમાં રાખતા ફરી એકવખત શૈક્ષણિક સત્ર શરૂ થશે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર નક્કી કરાયું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે જે મુજબ ૭મી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને કોલેજો ઓનલાઈન ધોરણે જ શરૂ કરાશે તો દિવાળી વેકેશન ૧લી નવેમ્બરથી ૧૩ નવેમ્બર સુધીનું રહેશે. એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ અપાઈ નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.
મહત્વનું છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવાયુ છે. યુનિવર્સિટીના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ , પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અને નિર્દેશો અપાયા છે. યુજી સેમ.૪ અને ૬ તેમજ પીજી સેમ.૪ માટે દ્વિતીય સત્ર ૧ ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા નિર્દેશ અને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોએ સેકન્ડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબ્યુઆરી-માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે એવું એકેડમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થવાની છે. માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તો તેમને માર્કશીટ અપાશે કે પછી માત્ર પ્રમાણપત્ર જ આપવામાં આવશે? આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ જીજીઝ્રની જે-તે વર્ષમાં અને જે બેઠક નંબરથી પરીક્ષા આપી હોય એની નોંધ લખાય છે.
આ વખતે નોંધમાં માસ પ્રમોશન લખાશે કે કેમ? ધોરણ ૧૦ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ધોરણ ૧૧માં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કે માત્ર પ્રમાણપત્ર? ન્ઝ્રમાં શું લખાશે અને ધોરણ ૧૧માં પ્રવેશ કેવી રીતે આપવો, એને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

Previous articleસચિન રીટાયરમેન્ટ પછી પણ કરોડોમાં રમે છે
Next articleદિલ્હીમાં ખુલશે બજાર અને મોલ, ૫૦% ક્ષમતા સાથે મેટ્રો દોડાવવાની મુખ્યમંત્રીની જાહેરાત