ઇટાલીમાં પરંપરાગત રીતે રામની થઇ લીલા : અંતે દિપીકા-રણવીરના લગ્ન

745

રણવીરસિંહ અને દિપીકા આખરે એકબીજાના થઇ ગયા છે. આજે ઇટાલીમાં બંનેએ પરંપરાગતરીતે લગ્ન કર્યા હતા. આજે ૧૪મી નવેમ્બરના દિવસે આ લગ્ન કોંકણી તરીકેથી થયા હતા. દિપીકા અને રણવીરની લાઇફમાં એ સમય આવી ગયો હતો જ્યારે ઘણા સમયથી આનો ઇંતજાર હતો. રિપોર્ટમાં કહેવા મુજબ લગ્ન મુર્હૂતની દ્રષ્ટિએ સવારે સાત વાગે લગ્ન થયા હતા. બોલીવુડની લોકપ્રિય જોડી આખરે લગ્ન કરી ચુકી છે.

જો કે, હજુ સુધી લગ્નને લઇને કોઇ ફોટા જારી કરવામાં આવ્યા નથી. હવે પાર્ટીનો દોર મોડે સુધી જારી રહેશે.

ભારતમાં પણ પાર્ટી યોજવામાં આવે તેવી શક્યતા છે. દિપીકા અને રણવીર આવતીકાલે ૧૫મી નવેમ્બરના દિવસે પણ લગ્ન કરશે. આ લગ્ન સિંધી રિવાજ મુજબ થશે જે રણવીરના પરિવારની જેમ થશે. છેલ્લા ઘણા સમયથી બંનેના લગ્નને લઇને ચર્ચા ચાલી રહી હતી. હવે તેમના ચાહકોને બંનેના ફોટાઓનો ઇંતજાર છે જે હજુ સુધી જારી કરાયા નથી. ઇટાલીના લેકકોમોવિલામાં લગ્ન થયા હતા. દિપીકા સાડી અને દાગીનાઓમાં સજ્જ દેખાઈ હતી. સિંધી રિવાજ મુજબ હવે લગ્ન થશે. બીજી બાજુ રણવીર માટે પણ વિશેષ તૈયારી કરવામાં આવી હતી. પરિવારના ખાસ સભ્યો માટે પણ વિશેષરીતે વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. બે સમાજ મુજબ આ લગ્ન થયા છે. મહેમાનોના ફોટાઓ પણ જારી કરવાનો હાલમાં ઇન્કાર કરવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા અને મિડિયામાં કોઇ ફોટા વાયરલ ન થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. દિપીકાના વસ્ત્રો વિશેષરીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. રણવીર અને દિપીકા મુખર્જીની ડિઝાઇનના વસ્ત્રોમાં નજરે પડી ચુક્યા છે.

Previous articleશાકભાજી-કઠોળના ભાવ ઘટ્યા છતાં પણ WPI ફુગાવો ૫.૨૮
Next articleહિરાભાઈ સોલંકીને જન્મ દિવસની શુભેચ્છા આપવા આગેવાનો ઉમટયા