ખશોગી હત્યા કેસ : અમેરિકાએ ૨૧ સાઉદી ઓફિસરોના વિઝા રદ્દ કર્યા

608

અમેરિકન ન્યૂઝ પેપર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યા વિશે અમેરિકાએ પહેલીવાર સાઉદી અરબ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ કહ્યું છે કે, હત્યામાં સામેલ સાઉદી અરબ ઓફિસર્સના વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે. વિઝા કેન્સલ કરવાની કાર્યવાહી તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તયિર અર્દોગાનના દાવા પછી કરવામાં આવી છે. એર્દોગાને કહ્યું છે કે, ખશોગીની હક્યા સાઉદી દૂતાવાસમાં કરવામાં આવી છે. તેનું કાવતરું ૨૮ સપ્ટેમ્બરે ઘડવામાં આવ્યું હતું. ખશોગીની લાશના ટૂકડાં ઈસ્તાંબુલમાં આવેલા સાઉદી રાજદૂતના ધરના બગીચામાં જોવા મળ્યા છે. ખશોગીની ૨ ઓક્ટોબરે ઈસ્તાંબુલમાં આવેલા સાઉદી કાઉંસલેટમાં હત્યા કરવામાં આવી છે. તુર્કી રાષ્ટ્રપતિનું કહેવું છે કે, આ હત્યા કરવા માટે સાઉદીના ૧૫ સભ્યોની એક ટીમ ૨ ઓક્ટોબરે ઈસ્તાંબુલ આવી હતી. અર્દોગને આ ઘટનાને રાજકીય હત્યા કહી છે.  તેમણે કહ્યું છે કે, તુર્કીની સિક્યોરિટી સર્વિસ પાસે તેના પૂરતા પુરાવા છે. ખશોગી તુર્કીમાં રેહતી તેની ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગતા હતા. તે માટે અમુક દસ્તાવેજી કાર્યવાહી કરવા તેઓ ૨ ઓક્ટોબરે ઈસ્તાંબુલમાં આવેલા સુધી કાઉંસલેટ ગયા હતા. ત્યારપછીથી તેઓ ગુમ હતા. ૨૦ ઓક્ટોબરે સાઉદીની પૂછપરછ દરમિયાન ખશોગીની હત્યા થઈ હોવાની વાત સ્વીકારી હતી.

Previous articleમી-ટૂ : પૂનામાં વિદ્યાર્થીનીઓના આરોપ બાદ બે પ્રોફેસર સસ્પેન્ડ
Next article૧લી એપ્રિલ-૨૦૨૦થી BS-IV વાહનોના વેચાણ કે રજીસ્ટ્રેશન નહી થાય : સુપ્રિમકોર્ટ