૧લી એપ્રિલ-૨૦૨૦થી BS-IV વાહનોના વેચાણ કે રજીસ્ટ્રેશન નહી થાય : સુપ્રિમકોર્ટ

647

સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્દેશ આપતાં કહ્યું કે, ૧લી એપ્રિલ ૨૦૨૦થી દેશમાં એકપણ જગ્યાએથી BS-IV વાહનોના વેચાણ કે રજીસ્ટ્રેશન નહીં થાય.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૦થી ભારતમાં BS-IV નિયમોનું પાલન નહીં કરનારા વાહનોના વેચાણ અને નિર્માણ પર પ્રતિબંધ લાગી જશે. કેન્દ્રએ કહ્યું હતું કે BS-IV નોમ્સનું પાલન નહીં કરનારા વાહન સ્વચ્છ ઈંધણનો ઉપયોગથી થનારા ફાયદાને ઓછા કરશે.

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી એક એફિડેવિટમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કહ્યું હતું કે ડીઝલની અલગ અલગ કિંમતો અને પ્રાઈવેટ વાહનો માટે ઈંધણની અલગ અલગ કિંમત નક્કી કરવી સંભવ નથી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સ્ટેજ-૬ના નિયમોનું પાલન નહીં કરનારા વાહનોના વેચાણ અને નિર્માણને કારણે ૨૮ હજાર કરોડ રૂપિયાના રોકાણ પર વિપરિત અસર પડશે. ભારતે સ્ટેજ-૬ ફ્યૂલ બનાવવા માટે આ રકમ ખર્ચ કરી છે.

Previous articleખશોગી હત્યા કેસ : અમેરિકાએ ૨૧ સાઉદી ઓફિસરોના વિઝા રદ્દ કર્યા
Next articleગુજરાતી ફિલ્મ આઈએમએ ગુજ્જુ