પોઇન્ટની બસો સવાર-સાંજ ખાલીખમ, અન્ય રૂટોમાં ફેરવવા વિચારણા

900

પાટનગરમાં અમદાવાદથી ગાંધીનગર રોજબરોજ અપડાઉન કરતાં કર્મચારીઓમાં મોટા ભાગના કર્મચારીઓ રીટાયર્ડ તથા મોટા ભાગનાં પ્લોટો સરકારી મળતાં ગાંધીનગરમાં સ્થાયી થઈ ગયા છે. ત્યારે કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થતાં આજે પણ પીકઅપ અવર્સ બસો અકબંધ છે. ત્યારે એસટીને સૌથી મોટી નુકસાની પોઈન્ટનાં બસ સ્ટોપમાં થઈ રહી છે. જેમાં અમદાવાદથી એવા ઘણા જ રૂટો છે. જ્યાં અમદાવાદથી ઉપડે અને ગાંધીનગર પહોંચે તો માંડ માત્ર ૧૦ થી ૧૫ પેસેન્જર પણ હોય તો હોય ત્યારે આવી બસો બંધ કરવાની જરૂર છે. અથવા તો બસનું સ્ટેન્ડ અન્ય રૂટો સુધી લંબાવવાની જરૂર છે.

પોઈન્ટ બસ્ટોપનાં કારણે ઘણીવાર સવાર સાંજ ગાંધીનગર આવનારા મુસાફરો રઝળી જતાં હોય છે. ત્યારે ૫ વાગ્યા પછી અમદાવાદ જવું હોય તો બસ મળવી મુશ્કેલ બની જાય છે. સાંજની બસો અમદાવાદથી ૪ વાગે નીકળીને ૫ વાગે પાટનગરમાં પહોંચ્યા બાદ પડી રહે છે અને તે બસો ૬-૨૦ વાગે પોઈન્ટનાં સ્ટેન્ડ ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારે એસ.ટી. બસ્ટેન્ડ પાસે તથા અન્ય સ્થળોએ મુસાફરો બધી બસો પોઈન્ટમાં જતી રહેતાં રજળી જતાં હોય છે જે બસો પછી ૭-૩૦ વાગ્યા પહેલા મળવાની શક્યતા ઓછી છે. ત્યારે પોઈન્ટનાં સ્ટેન્ડ પર જો મુસાફરો આવે તો બસ મળી જાય. એસટી પથીકા થઈને અને બસ ખાલી હોવા છતાં પણ ઉભી રાખવામાં આવતી નથી. ત્યારે રોડ, રસ્તા પરનાં બસ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરો રઝળી જતાં હોય છે અને પોઈન્ટની મોટા ભાગની બસો ૭૦ ટકા ખાલી ખમ હોવાથી અને એસટીને મોટું નુકસાન જઈ રહ્યું હોવા છતાં ચાલુ રાખવામાં આવી રહી છે. ત્યારે આ બસોને અન્ય રૂટોમાં તથા એસટી થઈને લઈ જવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

Previous articleભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પર લાગ્યો યૌન ઉત્પીડનનો આરોપ
Next articleજિલ્લાના જાહેર શૌચાલયોના ૨૫થી વધુ કામદારોની દિવાળી બગડશે ?