બિહારના નેતા મોહમ્મદ શહાબુદ્દીનની આજીવન સજા સુપ્રિમએ યથાવત રાખી

732

બિહારના બાહુબલી નેતા મોહમ્મદ શહાબુદ્દીનને સુપ્રીમ કોર્ટથી ખુબ મોટો ઝટકો વાગ્યો છે. સિવાનમાં બે ભાઇની હત્યાના મામલામાં ઉંમર કેદની સજાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલામાં પટના હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખતા શહબુદ્દીનની હાઇકોર્ટના નર્ણય વિરૂદ્ધ અપિલ ખારિઝ કરી છે. સૂનાવણી દરમિયાન ષ્ઠદ્ઘૈ રંજન ગોગોઇની બેંચે શહાબુદ્દીનનાં વકીલથી સવા પૂછ્યો પરંતુ તેમની પાસેથી જવાબ મળ્યો નહી.

જસ્ટિસ ગોગોઇએ પૂંછ્યું કે, આ ડબલ મર્ડર કેસમાનાં સાક્ષી ત્રીજા ભાઇ રાજીવ રોશનની કોર્ટમાં નિવેદન આપવા જતા સમયે હત્યા કેમ કરવામાં આવી? આ હુમલા પાછળ કોણ છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ હાઇકોર્ટના નિર્ણયમાં દખલ આપશે નહી. આ અપિલમાં કાયદાકીય તથ્ય નથી.

તમને જણાવી દઇએ કે, ઓગસ્ટ ૨૦૦૪માં સિવાનમાં સતીશ અને ગિરીશ રોશનની તેજાબ નાંખી હત્યા કરી દેવામાં આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં ૯ ડિસેમ્બર ૨૦૧૫એ નીચલી કોર્ટે શહાબુદ્દીન તથા અન્યને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ વિરૂદ્ધ શહાબુદ્દીને પટના હાઇકોર્ટમાં અપિલ કરી હતી. ૨૦૧૭માં પટના હાઇકોર્ટે પણ આજીવન કેદની સજા સંભળાવી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ નિચલી કોર્ટ અને હાઇકોર્ટની સજાને યથાવત રાખી હતી.

ઉલ્લેખનીય છે કે, ૬ જૂન ૨૦૧૪એ આ મામલાના સાક્ષી અને બંન્ને મૃતક સતીશ અને ગિરીશ રોશનના ભાઇ રાજીવ રોશનની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

Previous articleભારતની સંયુક્ત કુટુંબની પરંપરાને જો આપણે ભૂલીશું તો ખરી માનવતાને પણ પામી શકીશું નહીં
Next articleભારત ત્રીજો સૌથી શ્રીમંત દેશ બનવાના માર્ગે : મુકેશ અંબાણી