ગુજરાત સહિત ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ

705

સુપ્રીમ કોર્ટના કોલેજિયમને બુધવારે હાઈકોર્ટના ચાર ચીફ જસ્ટિસના પદમાં વધારો કરીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી. તેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તા, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ.આર. શાહ અને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અજય રસ્તોગીનું નામ સામેલ છે. કોલેજિયમના પ્રસ્તાવ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં જજના ૩૧ પદ ખાલી છે. હાલ ૨૪ જજ કામ કરી રહ્યા છે અને ૭ પદ ખાલી છે. સુપ્રીમ કોર્ટે ૨૨ ઓક્ટોબરે નીચલી કોર્ટમાં જજની ખાલી જગ્યા વિશે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ વિશે ૨૪ હાઈકોર્ટ અને અન્ય રાજ્યો પાસે જવાબ માંગ્યો છે. નીચલી કોર્ટમાં ૫,૦૦૦ કરતાં વધારે પદ ખાલી છે. સંસદમાં ચર્ચા ટમા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે- ભારતમાં જજ-વસ્તીનો રેશિયો૧૯.૪૬ પ્રતિ ૧૦ લાખનો છે. એટલે કે ૧૦ લાખની વસ્તી પર ૧૯ જજ છે.

Previous articleતમામ કોમર્શિયલ બેન્કના વડાઓ સાથે કાલે વડાપ્રધાન મોદી કરશે બેઠક
Next articleયૌન શોષણ મામલે ગૂગલમાં કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન