તમામ કોમર્શિયલ બેન્કના વડાઓ સાથે કાલે વડાપ્રધાન મોદી કરશે બેઠક

1085

દેશમાં અને બેન્કોમાં ઉભી થયેલી રોકડની અછતની સ્થિતિની ગંભીર નોંધ લઈને વડાપ્રધાનની કચેરીએ શુક્રવારે તમામ કોમશિર્યલ બેન્કનાં વડાઓની બેઠક બોલાવી છે. રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર વચ્ચેની લડાઈ જાહેરમાં થઈ રહી છે તેવા સમયે જ આ બેઠક બોલાવાઈ છે ત્યારે તેનું વધુ મહત્વ છે. નાણાંકીય મારકેટમાં લિકવિડિટીની ઘેરી અસરના મુદા પર આ બેઠકમાં વિશેષ ચર્ચા થશે તેમ આંતરિક વર્તુળોએ જણાવ્યું છે. કદાચ આ બેઠકમાં સમસ્યાનો કોઈ તોડ કાઢવામાં આવે તેવી શકયતા છે. એવા અનુમાનો પણ થઈ રહ્યા છે કે, લિકવિડિટી વધારવા માટે સરકાર આ બેઠકમાં કેટલાંક પગલાં જાહેર કરી શકે છે. બેન્કિષ્ગ સીસ્ટમમાં લિકવિડિટી નાખીને સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોનાસંકટને હળવું કરવાના પગલા પણ લેવાઈ શકે છે અને તેની પુરી શકયતા છે. બેન્કો ક્રેડિટ લંબાવતી નથી તેવી ફરિયાદો લઈને અસંખ્ય નોન બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓએ નાણા મંત્રાલયમાં ફરિયાદો કરી છે. આ કંપનીનાં પ્રતિનિધિઓએ એમ કહ્યું છે કે, આઈએલએન્ડ એફએસની નાદારીને પગલે અમારી સ્થિતિ બદતર બની ગઈ છે. આ નાદારી બાદ બેન્કોએ ધિરાણ આપવાનું બંધ કરી દેતાં નોન-બેન્કિષ્ગ નાણાંકીય મારકેટ પર સંકટ સજાર્યું છે અને કેસની ભયંકર તંગી ઉભી થઈ ગઈ છે. આ ઉપરાંત પીસીએના નિયમો હળવા કરવા ઉદ્યોગ જગત અને બેન્કોએ નાણા મંત્રાલયને ભારપૂર્વક રજૂઆત કરી છે.

Previous articleજમાત-ઉદ-દાવા જેવાં આતંકી સંગઠનો પરથી પાકિસ્તાને પ્રતિબંધ હટાવ્યો
Next articleગુજરાત સહિત ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ