પ્રમાણિકતાથી કમાણી કરતો શ્રમિક મારા માટે ત્રિભુવન છે

1043

પૂજય બાપુની પાકટયભુમિ, ત્રિભુવનતીર્થ સામી તલગાજરડી ભુમિ પર સાત સાત દિવસથી પૂજય બાપુના શ્રી મુખેથી વહેતી માનસ ગંગાના આજના આઠમાં દિવસે કથામાં ઉપસ્થિત સાધુ-સંતો, મહંતો, મહુવા અને બહારથી આવેલા મહેમાનોએ વ્યાસપીઠની ભાવવંદના કરી. ભાવનગરથી આંખે પટ્ટ બાંધી, બાઈક પર કથા સ્થળે આવેલ યુવાન જીત ત્રિવેદીને બાપુએ સાધુવાદ  આપ્યા દિનુભાઈ ચુડાસમા સંપાદિત તલગાજરડી વાણીને સાત પુસ્તીકાઓનો સંપુટ, તેમજ મહુવાના જીજ્ઞેશ મહેતા દ્વારા સંકલીન બાપુ કથીન મહુવા તલગાજરડાની ૩૦ કથાઓનો મર્મ તારવી તૈયાર થયેલા વિશેષાંકનું વિમોચન થયું.

આજના દિવસે પૂજય બાપુએ સમગ્ર કથાને પ્રીન્ટ મીડીઆ દ્વારા ધરધર, જનજન સુધી પહોંચાડનારા પત્રકાર મિત્રોની ભાવવંદના સ્વીકારી, તેમને રામનામી આપી, શુભાશિષ પાઠવ્યા.

કથા પ્રારંભે બાપુએ કહ્યું કે શ્રદ્ધાએ માણસની વ્યકિગત નિષ્ઠાનો પ્રશ્ન છે. જેવી શ્રદ્ધા એવો માણસ બાપુએ કહ્યું પ્રમાણિકતાથી પરસેવો પાડી, કમાણી કરતો શ્રમિક મારા માટે ત્રિભુવન છે. ત્યાં કોઈ ગણવેશ નથી. તે પિતામ્બર, દિગમ્બર, શ્વેતામ્બર કે અન્ય કોઈ પણ રૂપે કોઈ શકે એની કોઈ ફ્રેમ નથી, સીમા નથી.

જેનામાં કૈલાસી લક્ષણો હોય એ ત્રિભુવન દોહાવલીમાં તુલસીદાસજી લખે છે કે સઘન (સ્સ્વધન) જેની પાસે પોતાનું ધન છે એટલે કે મૌલિકતા છે, નીજતા છે, ઉધાર નથીએ ત્રિભુવન છે. અને પાછું એ નીજતાનું બિલકુલ અભિમાન નથી. સધન એટલે આત્મધન, સઘન એટલે રામરતનધન જેની પાસે હોય એ ત્રિભુવન છે. સાહિત્યકાર, કલાકા, સર્જક જે નવું પોતાનું સર્જન કરે તે બધા જ ત્રિભુવન છે. જેનામાં આત્મચિંતન છે, તે ત્રિભુવન.

ત્રિભુવનનું બીજુ લક્ષણ છે – સગુન, સગુન એટલે સ્વગુણ પોતાનો ગુણ પછી તે તમોગુણ કે રજોગુણ હોય તો તેને દિશા આપવી તેને બદલી ન શકાય કામ-ક્રોધ-લોભ- દ્વેષ એ બધા રજોગુણમાંથી જ જન્મે છે. સત્સંગ કરતા કરતા સ્વ્ગુણમાં થોડું પરિવર્તન થઈ શકે પણ નિર્મુળ ન થઈ શકે. સુગનનો બીજો અર્થ શુકન છે. જેને જોયા પછી આપણી આંખના ખુણા ભીંજાય જાય અને એજ આપણી ખુબર પુછે તો હૈય્માં કાંઈકનું કાંઈક થવા લાગે એ બુદ્ધપુરૂષ  ત્રિભુવન છે.

ત્રીજુ લક્ષણ છે – સધર્મ  સધર્મ એટલે સ્વધર્મ આજે માણસો સ્વધર્મ ચુકી ગયા છે. ગીતામાં કહ્યું છે સ્વધર્મે ધિનમ્‌ શ્રેયમ્‌ સ્વધર્મને કાયમ પકડીર ાખવો. ધર્મ એટલે સ્વભાવ નરસિંહ મહેતાએ જોગીયા, ભોગીયા, વેદીયા અને વૈષ્ણવ એ ચાર પ્રકારના જીવો વર્ણવ્યો છે. નરસિંહ કહે છે આપણે આપણા ધર્મ સાંભળવા સધર્મ એ ત્રિભુવનિય લક્ષણ છે.

ચોથુ લક્ષણ છે સગન એવા આશ્રિત હોય જેને બુદ્ધ પુરૂષે સ્વ ગણ્યા હોય, સ્વ્કાર્યા હોય એની આજ્ઞાનું કદી ઉલ્લંઘન ન કરવું. એ બુદ્ધ પુરૂષ પર સંદેહ ન કરવો. અને ત્રીજુ બુદ્ધ પુરૂષની નકલ ન કરવી ગુરૂ ઈચ્છ છે કે શિષ્ય મૌલીક રહે. ગુરૂ શિષ્યને વિકસિત કરવા ઈચ્છે છે કબીર કહે છે કે ગુરૂ શિષ્યના હાથમાં દિવો પ્રકટાવી દે છે. આ ત્રણેય ભુલ કોઈ કરી નાખે તો બુદ્ધ પુરૂષ પોતાના આશ્રીતનો કદી ત્યાગ કરતા નથી. પુણ્યનું ફળ જગતમાં પૈસો કે પ્રતિષ્ઠા મળે એ છે જ નહીં પુણ્યનું ફળ તો કોઈ સાધુ પુરૂષનો સંગ છે. કદાચ આપણને પદ, પૈસો કે પ્રતિષ્ઠા મળે તો તે આપણા પુણ્યના ફળ રૂપે નહીં, બુદ્ધ પુરૂષની કૃપાના ફળરૂપે મળે છે.

ગોપી કહે છે કે અમારી આંખનું કોઈ કર્મ હોય તો ને કૃષ્ણનું દર્શન છે. વૈદીક ત્રણ યોગ છે, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાનયોગ પણ પ્રેમીઓનો અષ્ટાંગ યોગ જુદો છે. ગોપીનો પહેલો યોગ દધીમંથન, ઘર વાળવું, બાળકોને ભોજન કરાવવો, વડીલોની સેવા કરવી, બાળકોને હાલરડું ગાવું, ગાયનું દોહન કરવું, અતિથિઓનો સત્કાર કરવો અને પછી કૃષ્ણની યાદમાં એકલા એકલા રોવું એ આઠમો અને શ્રેષ્ઠ યોગ છે.

સબળએ પાંચમું લક્ષણ સાધુને તેના ભજનનું બળએ ત્રિભુવનિય બુદ્ધ પુરૂષનું લક્ષણ છે. સંચાઈએ છઠ્ઠું બુદ્ધ પુરૂષને મળો તો એમ લાગે કે જાણે એ ન હોય તો આપણા જીવનમાં કાંઈ જ નથી. આ બધુ હોવા છતાં આ બુદ્ધ પુરૂષ તદ્દન નિરાભિમાની હોય છે. એવા ત્રિભુવનિય લક્ષણ ધરાવતા ત્રિભુવનગુરૂનું અહીં સ્મરણ કરીએ છીએ.

બાપુએ સજળ નેત્રે દાદાગુરૂના સ્મરણ વાગોળતા કહ્યું કે મારી વાત તો તું માન જ છે કદાચ તારા બાપાની વાત તું નહીં માને પણ તારી મા સાવિત્રીની વાતનું તું કદી ઉલ્લંઘન ન કરતો. એવો દાદાજીએ પોતાને આદેશ આપેલો. બાપુએ કહ્યું કે પોતે કદી દાદાગુરૂની વાત ન માની હોય એવું બન્યું નથી. એમની દરેક આજ્ઞા શિરોધાર્ય ગણી છે.

તુલસી દાસજી એકસો છવ્વીસ વર્ષ જીવ્યા છે. એમણે કહ્યું છે કે તમારા જીવનમાં જેણે પરમ તત્વ ઓર્યુ હોય ઐનું સમયે સમયે સ્મરણ કરવાથી પરમાત્માના ચરણોમાં પ્રેમ વધે છે, સુમિરન થતું રહે છે.

કથાના ક્રમમાં પૂજય બાપુએ યજ્ઞ રક્ષા પછી ઋષિ વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણની આગળની યાત્રાનું વર્ણન કર્યું રામની એક યજ્ઞ – યાત્રા છે. વિશ્વ કલ્યાણ માટેની રામની પ્રથમ પદયાત્રા અહીંથી શરૂ થઈને છે. બાુપએ કથાના ક્રમમાં અહલ્યા – ઉક્ષરનું વર્ણન કર્યું અહલ્યા એકાંતમાં માત્ર પ્રતિક્ષા કરે છે અને અંતે રામ આવે છે. અહલ્યાને વિશ્વામિત્ર પાપવશ નહીં, શ્રાપવશ જાહેર કરે છે. બાુપએ અર્થ કર્ય્‌ કે અહલ્યા રામની રજમાત્ર કરૂણા ઈચ્છે છે.

બાપુએ તલગાજરડી આંખે દર્શન કરતા કહ્યું કે અહલ્યાએ પોતાના શરીરની મુદ્રા એવી બનાવી લીધી છે કે એણે અપ્રત્યક્ષ ચરણને પકડી લીધા છે. વાસનાએ કરેલા વિસ્તારને સંકેલીને અહલ્યા કાચબા જેમ સંકોરાઈને સતત પ્રભુચરણ ગ્રહયા હોય એવા ભાવમાં રહે છે અને ઘટના ઘટે છે. અંતે ભગવાન પ્રત્યક્ષ આવે છે. ભુલ કરનાર જયારે કરી ભુલ નહીં કરવાનો સંકલ્પ કરે તો તે તેનું તપ બની જાય છે. અહલ્યાની ધરીતા અને સ્થિરતા તપના પુંજમાં પરિવર્તિત થઈ જાય છે. બાપુએ કહ્યું કે અહલ્યા ઉદ્ધાર પછી રઘુપતિ રાઘવ રાજારામ હતા જ તે હવે પતિત પાવન બને છે. આગળની યાત્રામાં વિશ્વામિત્રજી ગંગાવતરણની કથા કહે છે. અને રામ લક્ષ્મણ સાથે આગળવધતા જનકપુર પહોંચે છે. ત્યાં સુધી કથાને લઈ જઈ, પૂજય બાપુને કથાને વિશ્રામ આપ્યો.

 

રત્નકણિકા

૧. મારો સમાજ મારૂ મસ્તક વાંચી લેશે પછી મારૂં પુસ્તક વાંચવું નહીં પડે

ર. બીજાના વિચાર, વાત કે ચીંતનને તેના નામ સાથે જ પ્રસ્તુત કરવું જોઈએ.

૩. વીરતા વંશમાં અને ખમીર ખાનદાનીમાં આવે.

૪. સાધુનો શબ્દ સાંભળવા માટે અસ્તિત્વ તૈયાર હોય છે.

પ. બુદ્ધ પુરૂષની વાલીમાંથી મુખનીર્ગતા અને વિષ્ણુના નખમાંથી નખ નીર્ગતા એમ બે સ્થ્ળેથી ગંગા વહે છે.

૬. બુદ્ધ પુરૂષ જયારે આજ્ઞા કરે એ આજ્ઞા નથી, પ્રસાદ છે.

૭. સારે ખજાને ઉઠા લે ગયા હૈ, ફકીરો કી જો દુઆ લે ગયા હૈ

૮. સાધુ સ્વતંત્ર છે. સાધુની સ્વીચ બીજાના હાથમાં ઈશ્વરના હાથમાં પણ ન હોવી જોઈએ.

૯. પાદુકા અપ્રત્યક્ષ ચરણ છે.

૧૦. યા તો કબુલ કર મેરી કમજોરી ઓ કે સાથ, યા છોડ દે મુજે આપની મજબુરીઓ કે સાથ.

૧૧. સત્યની સન્મુખ થઈ જઈએ તો પાપ ધોવાતા વાર લાગતી નથી.

૧ર. રામ ઉદ્ધારક છે અને સ્વીકારક પણ છે.

માનસ ત્રિભુવન કથા વિશેષ

૧. ભગવાન વેદવ્યસાજીએ મહાભારતની રચના કરી ત્યારે તેના લખનારા તરીકે શ્રી ગેણશજીએ જવાબદારી સ્વીકારી શર્ત એ હતી કે વ્યાસજી જે બોલે તેનો અર્થ સમજીને ોતાની સાથો સાથ જ લખવું એ ગણેશકર્મ પત્રકારો કરી રહ્યા છે. સથાો સાથ બાપુના શ્રી મુખેથી વહેતી ગંગાના ધારા પ્રવાહના ચાર કલાકના ધોધને અંજલીરૂપે ચાર પેજમાં સમાવવું એ પત્રકારનું ચાતકકર્મ છે. આ કામ વર્ષોથી વ્યાસપીઠને સમર્પીત શ્રોતા શ્રી મનોજભાઈ જોષી કરે છે અને એને જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કર્મ મહુવાના યુવાન પત્રકાર મિત્રો કેતન મહેતા, પરેશ ચૌહાણ, શ્રી ભરત બાંભણિયા, રજની જોશી, અનીલ માઢક, મુકેશ પંડિત, હરેશ જોષી, તખુભા સાંડસુર, નીલેશ સેલાણી, મુસ્તાક વસાયા, મનીષ મહેતા વગેરે સૌ સમર્પીત ભાગે કરી રહ્યા છે એ સહુએ આજે બાપુના શુભાશિષ પ્રાપ્ત કરી, ધન્યતા અનુભવી.

ર. સિદ્ધો, નારદજી, ભગવાન વેદવ્યાસ, ચારણો, ગંધર્વો, કિન્નરો, આકાશગમન કરે છે. જે દિવસે યોગવષિઠમાં રામ બોલે છે. ત્યારે આ બધા આકાશમાં એમને સાંભળવા આવે છે. રામ સાધુ છે એ બોલે છે ત્યારે પંખીઓ, પશુઓ, ઝરણાઓ, પ્રકૃતિ બધા જ એમને સાંભળવા થંભી જાય છે, અસ્તિત્વ એકાગ્ર બને છે.

૩. આજે કથામાં વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટ, કટાર લેખક જય વસાવડા, જુનાગઢના હેમંત નાણાવટી, મહુવાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ગ ુજરાત રાજયના વરિષ્ઠ સનદી અધિકારી ભાગ્યેશભાઈ જહા, રણછોડભાઈ ભરવાડ, વિશ્વહિન્દુ પરિષદના ડો. પ્રવિણ તોગડીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતાં.

૪. બાપુની આજ્ઞાથી કથાના યજમાન હરિભાઈ નકુમે ફીલ્મી ગીત નાચો રે ઝુમઝુમ કે આદમી ર્હુ આદમી સે પ્યાર કરતા ર્હુ ગાઈને બાપુને આનંદ કરાવ્યો.

પ.  આપણે બધા લગભગ અહલ્યા જેવા છીએ ભુલ તો કરીએ છીએ પણ ભુલમાંથી બોધપાઠ લીધા વિના એ જ ભુલ છાપણે ચાલુ રાખીએ છીએ. પરિણામે હરામ વૃત્તિ ચાલુ રહે છે અને રામ જીવનમાં આવતા નથી.

૬. જેને કોઈ નથી બોલાવતું એને કથા નહીં બોલાવે તો કોણ બોલાવશે ? અયોધ્યામાં બાપુ માનસ-ગણિકા કથા કરવાના છે. અધમની યાદીમાં તુલસીદસાજીએ ગણિકાને પ્રથમ સ્થાને મુકી છે. જેની કયાંય ગણના ન થાય એ ગણિકા એની ગણના થાય, એ ઉપેક્ષિત ન રહે, એનો સ્વીકાર થાય એ માટે બાપુ રામ કથા કરવાના છે.

Previous articleમૂસ્તાકભાઈ વાસાયાનું પૂ. બાપુ દ્વારા સન્માન
Next articleલાઠી પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી