ભરતનગર માલધારી સોસાયટીમાં જુગાર રમતાં ૧૩ શખ્સો ઝડપાયા

737

ભરતનગર પોલીસ સ્ટેશનનાં પો.ઈન્સ.જે.એમ. ચાવડા સાથે સ્ટાફના ડી.સી.ગોહિલ, મહેન્દ્રસિંહ કે સરવૈયા, હરપાલસિંહ ગોહિલ સંજયભાઈ ચુડાસમા, વિશ્વદિપસિંહ, ધનુભાઈ તથા પો.કો.જલ્પેશભાઈ ભટ્ટ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે ભરતનગર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ફરતાં ફરતાં ભરતનગર ચોકડી પાસે પહોચતા સાથેના પો.કો.સંજયભાઈ એન ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ માલધારી સોસાયટી દેવાભાઈ ભરવાડનાં મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગોળકુંડાળુ વળી જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો અંદરબારનો હાથકાપનો જુગાર રમે છે તેવી હકિકત મળતા નજીકમાંથી બે રાહદારી પંચો બોલાવી હકિકત મુજબની સમજ કરી પંચો રૂબરૂ બાતમી વાળી જગ્યાએ જઈ જુગાર અંગે રેડ કરતા કુલ ૧૩ ઈસમો રંગેહાથ ઝડપી પાડી પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનાં નામ ઓમકાર મહાવીર નિસાદ જા.કેવટ ઉ.વ.૨૮, સંદિપ કેવલપ્રસાદ કેવટ ઉ.વ.૧૯, જયકરણ શ્રીગજાધાર નિસાદ ઉ.વ.૩૦, છોટેલાલ પંન્નાલાલ કેવટ ઉ.વ.૫૫, બિરેનભાઈ શિવનાથ કેવટ ઉ.વ.૩૫, બાબુ કાલિકાપ્રસાદ કેવટ ઉ.વ.૫૫, નિરજ મોહનલાલ નિસાદ ઉ.વ.૨૬, કપિલ કાન્તાપ્રસાદ કેવટ ઉ.વ.૨૬, વિશ્વમાન માતાપ્રસાદ કેવટ ઉ.વ.૩૦, રાજેશ હાકિમસિંગ ચૌહાણ ઉ.વ.૨૫, પ્રદીપ ગોપીચંદ અમલાણી જા.સિંધી ઉ.વ.૩૮ રાકેશ ગજરાજભાઈ નિસાદ ઉ.વ.૩૫, સુરેશ શ્રીરામભાઈ કેવટ ઉ.વ.૩૫, તમામ ઈસમોને જાહેરમાં અંદર બાર હાથકાપનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ મો.ફોન નંગ, સાતે તેની કિ. રૂા.૧૪,૦૦૦ તથા મો.સા. નંગ ચાર તેની કિ.રૂા.૬૦,૦૦૦ તથા પટ્ટમાંથી રૂા.૧૪,૫૦૦ સહિત રૂપિયા ૮૮,૫૦૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleવેંકૈયા નાયડૂના કાર્યક્રમમાં ટોપલેસ થઇ મહિલા, ટ્રમ્પ સામે હતો રોષ
Next articleપીથલપુરમાં કોળી સમાજનો સન્માન સમારોહ