‘મણિકર્ણિકા’’ ફિલ્મ મારા માટે સ્વપ્ના જેવું ડેબ્યૂ છે : અંકિતા લોખંડે

1545

અંકિતા લોખંડે પહેલી વાર ડેઇલી સોપ ‘પવિત્ર રિશ્તા’થી લાઇમ લાઇટમાં આવી હતી. હવે તે બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ લઇને આવી રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટીવી પરથી ફિલ્મોમાં આવવામાં શું તકલીફ પડી તો તેના જવાબમાં અંકિતાએ કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે આ કોઇ ચેલેન્જ છે. આ મારા જીવનનો નવો તબક્કો છે અને હું તેને માણી રહી છું. મારે હંમેશાથી એક એક્ટર બનવું હતું અને મારા માટે આ ફિલ્મ એક સ્વપ્ના સમાન છે. આ ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય રોલ કરી રહી છે. અંકિતા આ ફિલ્મમાં જલકારી બાઇનો રોલ કરે છે. જેને ઇતિહાસમાં ‘બીજી ઝાંસીની રાણી’ તરીકે ઓળખવામાં આવે છે. તેને રાણીની સેનામાં સ્ત્રીઓના વિભાગમાં લેવામાં આવી હતી. તો સાથે તેને નિશાનબાજી અને તોપના ગોળા ફોડવાની પણ તાલીમ અપાઇ હતી. તેના રોલ વિશે અંકિતાએ જણાવ્યું હતું કે, ‘જલકારી બાઇનું પાત્ર નિભાવવું સહેલું નહોતું. મારે તેમની માનસિકતા સમજવી પડી હતી. જેના માટે મેં ઘણું રિસર્ચ કર્યું હતું. મેં તેમના કેરેક્ટરને ન્યાય આપવા મારું બેસ્ટ આપ્યું છે. મેં લગભગ એક મહિના સુધી ટ્રેઇનિંગ લીધી હતી. જેમાં હું તલવારબાજી અને ઘોડેસવારી શીખી હતી.

Previous articleસેક્સી સની લિયોન વિવિધ ભાષાની ફિલ્મ કરવા તૈયાર
Next articleબોલ્ડ વિડીયો શેર કરતા ટ્રોલ થઇ સારા ખાન