મોદીના પિતાનું નામ પણ જાણતુ નથી : કોંગ્રેસી નેતા વિલાસરાવ

801

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજબબ્બર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઇને કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઇ કોંગ્રેસની પરેશાની દૂર થઇ નથી ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે. કોંગ્રેસી નેતા વિલાસરાવનો વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ મોદી ઉપર વાંધાજનક ટિપ્પણી કરતા નજરે પડી ર્હયા છે. વાયરલ થયેલા વિડિયોમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસી નેતા વિલાસરાવ મોદી અને તેમના પિતા પર વાંધાજનક ટિપ્પણી કરતા દેખાય છે. બાડમેરના શિવાનામાં ચૂંટણી સભા દરમિયાન વિલાસરાવે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન બનતા પહેલા મોદીને કોણ જાણતું હતું.

આજે પણ તેમના પિતાના નામ અંગે કોઇની પાસે માહિતી નથી. રાહુલ ગાંધીના પિતાનું નામ તમામ લોકો જાણે છે. રાજીવ ગાંધીની માતાનું નામ તમામ લોકો જાણે છે. ઇન્દિરા ગાંધીના પિતાનું નામ તમામ લોકો જાણે છે. પંડિત નહેરુ અને નહેરુના પિતા મોતીલાલનું નામ તમામ લોકો જાણે છે. પાંચ પેઢીથી એક લાઈનથી તમામ લોકો નામથી વાકેફ છે પરંતુ લોકોને નરેન્દ્ર મોદીના પિતાનું નામ હજુ પણ ખબર નથી.

આ પહેલા રાજ બબ્બરે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વિલાસરાવના વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી વિલાસરાવનું નિવેદન શરમજનક છે. મોદીએ પણ હવે આ પ્રકારના આક્ષેપબાજીને લઇને જોરદાર જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. રાજ બબ્બર ઉપરાંત કોંગ્રેસી નેતા સીપી જોશીએ પણ અગાઉ મોદી અને ઉમા ભારતીની જાતિ અને ધર્મને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજ બબ્બરે કહ્યું હતુ ંકે, આજે રૂપિયો ઘટીને મોદીના માતાજીની વય સુધી પહોંચવાની શરૂઆતમાં છે.

Previous articleજમ્મુ કાશ્મીર : ૭૨ કલાકમાં ૧૬ ત્રાસવાદીને ઠાર કરાયા
Next articleરામ મંદિર નિર્માણ આડે કોંગ્રેસ વિલન છે : મોદીએ આક્ષેપ કર્યો