જમીનનો અધિકાર માંગવા મોટી સંખ્યામાં દલિત આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટયા

871

ગાંધીનગરમાં જમીન અધિકાર ઝૂંબેશ હેઠળ રાજયના આદિવાસી તેમજ દલિત પોતાનો હકક માંગવા માટે મોટી સંખ્યામાં સેકટર – ૧૧, રામકથા મેદાનમાં ઉમટયા હતા અને પોતાના અધિકારો આપવા માટે સરકારને રજુઆત કરવાનો નિર્ણય કર્યો હતો.

જમીન અધિકાર ઝુંબેશ ગુજરાત ના નેજા હેઠળ દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગોના જમીન વિહોણા કુંટુંબોને જમીનના અધિકારના બાબતે તેમજ જમીનને લગતા બંધારણીય અધિકારો માટે દલિત આદિવાસી સમુદાયનું મહાસંમેલન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દલિત,આદિવાસીર્,ંમ્ઝ્રનું મહાસંમેલન સેકટર-૬ ખાતે યોજાયુ હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ જોડાયા હતા. તેમની માંગ હતી કે જમીનવિહોણા લોકો પાસે જે છેતરપિંડીની ઘટના બનતાં તેમને જમીન આપવામાં આવે. આજે બંધારણીય દિવસની ઉજવણી કરાઇ છે.

ત્યારે લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને દેખાવો કરીને સભા યોજી હતી. સાંથણીની જમીન, જંગલ જમીનના હકની માંગણી સાથે ગાંધીનગરના સેક્ટર- ૧૧ ખાતે આવેલા રામકથા મેદાનમાં જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સાંથણીની જમીન અને જંગલના જમીનનો હક નહિ અપાય તો આવનાર દિવસોમાં આંદોલન કરીશું એવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ કબજો ન આપવામાં આવતા સંમેલન યોજવામાં આવ્યું હતું.

જમીનની માંગનો મુદ્દો મહત્વનો છે. ૧ લાખ ૨ હજાર લાખ દાવા હજી પેન્ડિંગ છે. માત્ર ૭ હજાર દાવા મંજૂર કરાયા છે. ત્યારે આગામી ૨૬મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકારને અલ્ટિમેટમ અપાયું છે. સરકાર આ મુદ્દાનું નિરાકરણ લાવે તો નહીંતર આગામી દિવસોમાં દલિતો અને આદિવાસીઓ દ્વારા સરકારી કાર્યક્રમનો વિરોધ કરી સત્રમાં જમીન હક માટે માંગ કરાશે.

Previous articleઅમદાવાદમાં એક સાથે ૪ ના મોત : લઠ્ઠાંકાડની આશંકા
Next articleસુરત : વેસુ વિસ્તારમાં આગમ આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં ફસાયેલા ૫૦થી વધુને કરાયા રેસ્ક્યું