એજન્ટ તે વિસ્તારનો રહેવાસી અને મતદાર પણ હોવો જોઇશે

738
gandhi23-11-1.jpg

જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ વિધાનસભા ચૂંટણી માટે તે પ્રકારે તૈયારીમાં લાગ્યુ છે, મત ગણતરી માટેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સેક્ટર-૧૫ની સરકારી કોલેજમાં યોજાનારી ગણતરી સમયે જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકીય એજન્ટની નિમણૂક પર પંચે મનાઇ ફરમાવી છે. સાથે એક વખત અંદર આવેલા એજન્ટને મત ગણના પુરી થવાં સુધી બહાર પગ મુકવા દેવાશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ભારત સરકારના ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વખતે મત ગણતરી કેન્દ્રમાં રાજકીય એજન્ટની ભૂમિકા નક્કી કરાઇ છે. મત ગણતરી દરમિયાન તેઓને એક પરથી બીજા ટેબલ પર પણ જવાં દેવાશે નહીં. રાજ્ય ચૂંટણી પંચ તરફથી ઉપરોક્ત તમામ આદેશનું બારીકાઇથી પાલન કરવા સ્પષ્ટ આદેશ કરાયા છે. પરિણામે એક સમયે બોગસ મતદાન અને ગરબડ સર્જવા માટે પંકાયેલા કહેવાતાં રાજકીય એજન્ટ તરીકેની કામગીરી કરવા માટે ‘યોગ્ય’ માણસ શોધવાનું પણ ઉમેદવારો માટે મુશ્કેલ બની જશે. 
રાજકીય એજન્ટ માટે નિયત કરાયેલા માપ દંડમાં એવી જોગવાઇ છે કે, જે મત વિસ્તારની મત ગણતરી માટે મુકેલો એજન્ટ તે વિસ્તારનો રહેવાસી અને મતદાર હોવો જોઇશે. આવા એજન્ટને મતદાનના દિવસે પણ મતદાન કેન્દ્રની બહાર જવા દેવાશે નહીં. તેમ ગણતરી કેન્દ્રની બહાર પણ તેઓ નીકળી શકશે નહીં. તેઓને જે ટેબલ પર મુકાશે તેના નંબરનો બિલ્લો ગળામાં પહેરાવી દેવાશે. પરિણામે તે ક્યાંય આઘા પાછો થઇ શકશે નહીં અને તેમ કરશે તો તેને કેન્દ્રમાંથી બહાર કાઢી મુકીને ફોજદારી કાર્યવાહી કરાશે. 
ચૂંટણીનીમત ગણતરી થવાની તે કેન્દ્રને લશ્કરી છાવણીમાં ફેરવી દેવાશે. જિલ્લા ચૂંટણી તંત્રના સુત્રોના જણાવવા પ્રમાણે અહિં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે છે. ગાંધીનગર ઉપરાંત ત્રણે શહેર કલોલ, દહેગામ અને માણસામાં પેરા મિલેર્ટી ફોર્સ જવાનો અને પોલીસ અધિકારી, કર્મચારીઓ તૈનાત રહેશે. ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર અને રાજકીય એજન્ટ સિવાય બહારનાં કોઇ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા દેવાશે નહીં. મત ગણતરીની કામગીરીને ધ્યાને રાખીને જે જીતેલા ઉમેદવારનાં સરઘસ કે, અન્ય દેખાવ કાર્યક્રમના સ્થળે પોલીસને સાથે રખાશે. ઉપરાંત મત ગણતરી કેન્દ્રની અંદર અને બહાર પોલીસના માણસોને ફરતાં રખાશે. 

Previous article ૩ લાખથી વધુ ખેડૂતોને આજથી દસ ને બદલે આઠ કલાક વીજળી મળશે
Next article રીસેંટ ટ્રેડર્સ ઈન મેમ્બ્રન એંડ સેપરેશન ટેકનોલોજી કોન્ફરન્સનો થયેલો પ્રારંભ