રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ૬ રૂપિયાનો ઘટાડો કર્યો

631

ઓઈલ કંપનીઓએ શુક્રવારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૬.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે માર્કેટ રેટ પર મળનારા સિલિન્ડરના રેટમાં ૧૩૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે છ મહિનામાં ગેસના ભાવમાં ૧૪ રૂપિયાનો વધારો કર્યા બાદ શુક્રવારે ૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે શુક્રવારે કહ્યું કે દિલ્હીમાં શુક્રવારની મધરાતથી સબસિડીવાળો ૧૪.૨ કિલોગ્રામનો સિલિન્ડર ૫૦૦.૯૦ રૂપિયામાં મળશે.

અત્યાર સુધી તે ૫૦૭.૪૨ રૂપિયામાં મળી રહ્યો હતો. સબસિડીવાળો ગેસ સિલિન્ડર સસ્તો થયા બાદ ગ્રાહકોને તેમના બેન્ક ખાતામાં પ્રતિ સિલિન્ડર દીઠ ૩૦૮.૬૦ રૂપિયાની સબસિડી મળશે. નવેમ્બરમાં ૪૩૩.૬૬ રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળી રહી હતી. સબસિડી વગરનો સિલિન્ડર ૧૩૩ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તે ૮૦૯.૫૦ રૂપિયામાં મળશે. અગાઉ તે ૯૪૨.૫૦ રૂપિયામાં મળી રહ્યો હતો. જૂન બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં છ વખતમાં કુલ ૧૪.૧૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ૧ નવેમ્બરે સિલિન્ડર ૨.૯૪ રૂપિયા મોંઘો થયો હતો.

Previous articleકોલસા કૌભાંડ : પૂર્વ સચિવ ગુપ્તા સહિત ૬ આરોપીઓને દોષી
Next article૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ