ભ્રષ્ટાચારને છાવરવા ૩૦ વર્ષ જૂના કાયદા હેઠળ જ લોકયુક્તની નિમણૂંક થશે

792

ગુજરાતના વર્તમાન લોકાયુક્ત જસ્ટિસ ડી.પી બુચનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. બુધવારે રાજ્યપાલ ઓ.પી કોહલીને મળ્યા હતા. આ ઘટના વચ્ચે નવા લોકાયુક્તની નિમણૂંક પણ ભૂતકાળમાં ભારે વિવાદ ઉભો કરનાર ગુજરાત લોકાયુક્ત એક્ટ-૧૯૮૬ હેઠળ  પ્રક્રિયા શરૂ થશે તે નિશ્ચિત મનાય છે. કારણ કે, ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ-૨૦૧૩નો અમલ ભાજપ સરકારે ટાળ્યો છે.

વર્ષ ૨૦૧૩ પહેલા એક દાયકાથી વધારે સમયગાળામાં ભાજપ સરકાર કરેલા ગુજરાત વહિવટમાં થયેલા ભષ્ટ્રાચારના આક્ષેપોની તપાસ લોકાયુક્ત દ્વારા થઈ નહોતી. કારણ કે, વર્ષ ૨૦૦૧ પછી ગુજરાતમાં લોકાયુક્તના પદે નિમણૂંક જ થઈ નહોતી. લાબા વિવાદ, કાયદાકિય લડાઈ બાદ તત્કાલિન મુખ્યમંત્રી મોદીની સરકારે વર્ષ ૧૯૮૬ના કાયદા હેઠળ જસ્ટિસ ડી.પી બુચને લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાતના ચોથા લોકાયુક્તની નિમણૂંક પહેલા અને પછી સરકારે વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૧૩માં જૂના વર્ષ ૧૯૮૬ના કાયદાના સ્થાને નવો કાયદો વિધાનસભામાં રજૂ કર્યો હતો. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ-૨૦૧૩ને રાજ્યપાલે મંજૂરી આપ્યાના સવા ચાર વર્ષ પછી પણ ગુજરાત સરકારે તેના અમલનું જાહેરનામુ બહાર પાડ્‌યું નથી.હાલનો વર્ષ ૧૯૮૬નો લોકાયુક્ત એક્ટ માત્ર ગુજરાત સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ સહિતના તમામ પદાખિકારી, અધિકારીઓ સામે ભષ્ટ્રાચાર, કૌભાંડ અને ગેરરિતીઓના આક્ષેપોની તપાસ કરવાનો અધિકાર આપે છે. આ કાયદો અમલમાં છે. જે અમલમાં આવ્યો નથી તે ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ-૨૦૧૩ હેઠળ માત્ર સરકાર જ નહી, તે યુનિવર્સિટી સહિત જ્યાં પણ પ્રજાના ટેક્સથી વહિવટ ચાલે છે તેવી તમામ સંસ્થાઓના જાહેર પદાધિકારીઓ સામે તપાસ થઈ શકે તેમ છે. તેના માટે એકથી વધારે વધુમાં વધુ પાંચ લોકાયુક્તની નિમણૂંક કરવાની થાય છે. આથી, સરકારે આ કાયદાનો અમલ થવા દીધો નથી. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે ભારતના ૧૩માં નાણાપંતે સરકાર આવા લોકોયુક્તની ભલામણ કરી હતી.

Previous articleકાશ્મિરી યુવાનોએ રાજયપાલ સમક્ષ કાશ્મિરમાં અશાંતિ-ભ્રષ્ટાચાર અંગે દર્દ ઠાલવ્યું
Next articleપ્રજાના પૈસા ડુબાડવાનો અધિકાર નથી : સુરેશ મહેતાનો સીએમને પત્ર