તળાજા ફોરેસ્ટ કચેરીના વનપાલ પંડયાનો વિદાય સમારોહ યોજાયો

773

તળાજાના રેન્જ ફોરેસ્ટ ફુલસર રા.ન્ડમાં ફરજ બજાવતા આર.આર. પંડયા વનપાલનો ફોરેસ્ટ ઓફિસર, અધિકારી, આગેવાનો અને પત્રકારોની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કુ. કિંજલબેન જોશીએ જણાવ્યું હતું કે ફોરેસ્ટની નોકરી બહુ જ કામગીરી અને મહેનત વાળી છે.  જંગલમાં પશુ  પંખી સાથે રાત દિવસ રહેવું પડે છે. અને કયારે કયા જવું પડે છે તે નક્કી નહીં અનેક જાનવરો સાથે ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને નોકરીમાં દાગના લાગે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ અને લોકો સાથે હળી મળીને કામ કરવા પડે લોકો સાથ સહકાર સહયોગ આપે અને રિટાયર્ડ થયેલઅ ધિકારીને શુભકામના પાઠવી હતી. તેમજ પંડયાભાઈએ જણાવ્યું હતું કે હું નોકરીમાંથી રીટાયર્ડ થયો છે ફોરેસ્ટથી નહીં કયારેય પણ કોઈ પણ કામ હોઈ તો ગમે ત્યારે ફોન કરજો અને બહેનો વધુને વધુ ફોરેસ્ટમાં જોબ કરે અને ફોરેસ્ટ ઓફિસર બને તેવી ઈચ્છા વ્યકત કરી હતી.

Previous articleધારેશ્વર પાસેની ખાણમાં કરાતા બ્લાસ્ટથી ધાતરવડી-૧ ડેમમાં વાઈબ્રેશનની શરૂઆત
Next articleબોટાદ પોલીસે દુષ્કર્મના આરોપીનો સ્કેચ જાહેર કર્યો