ધારેશ્વર પાસેની ખાણમાં કરાતા બ્લાસ્ટથી ધાતરવડી-૧ ડેમમાં વાઈબ્રેશનની શરૂઆત

722

રાજુલા તાલુકાના ધારેશ્વર પાસેના બે તાલુકાના આજીવીકા જેવા ધારતવડી ડેમ પાસે ખાણ ખનન અને ધુવાંધાર બ્લાસ્ટીંગથી લોકોમાં ગભરાહટનો માહોલ સિંચાઈ વિભાગ દ્વારા આપેલ નોટીસ તેમજ ખાણ ખનીજ વિભાગની નોટીસોનો ઉછાળીયો, મોટા માથાઓની મીઠી નજર કેઈકનો ભોગ લેશે તંત્ર દ્વારા તાત્કાલિક અટકાવવા રાજુલા,જાફરાબાદ લોક માંગ.

રાજુલા તાલુકાના ધારેશ્વર પાસેના ધારેશ્વર ડેમ જે રાજુલા જાફરાબાદ તાલુકાની જનતાની જીવાદોરી સમાન ડેમ તેની દિવાલ નજીક ખાણની મંજુરી આપી કોણે રાત દિવસ ધુવાંધાર બ્લાસ્ટીંગથી ડેમની દિવાલોમાં વાઈબ્રેશન શરૂ થયા લોકોમાં ગભરાહટનો માહોલ સિંચાઈ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અપાયેલ નોટીસોનો ઉલાળીયો રાજકિય  મોટા માથાની મીઠી નજર પણ જે દિવસે છે. ડેમની દિવાલ તુટી ત્યારે હજારો માનવીઓનો ભોગ મોરબી હોનારત જેવી સ્થિતિનું નિર્માણ થશે. તેની જવાબદારી કોની ? ડેમ સાઈડથી માત્ર ૪૬પ મિટર અંતરે ખનીજ માફીયાઓ દ્વારા ખાણ બનાવીને તેમાંથી મોટા પ્રમાણમાં પથ્થરી કાઢી ઉૈપાડવામાં ડેમ સાઈડ પાસે લગભગ ૮૦ ફુટ ઉપરની મસમોટી ધાર હતી જે ડેમની દિવાલની સેફટી હતી જે હાલમાં તે ધાર ના સંપુર્ણ નાશ કરી દેવામાં આવેલ છે અને ૧૦૦ ફુટ ઉંડાઈ સુધી બ્લ્સ્ટીંગ કરી કરીને પથ્થરો અને ખનીજ ઉપાડી રહેલ છે અને લગભગ ર૦૦ મીટર જેટલી પહોળાઈમાં ખોદકામ કરીને ડેમના અસ્તીત્વ સામે ખતરો ઉભો થયો છે. જયારે સ્થાનિક લોકોના નિવેદન પ્રમાણે કહે છે કે અમરેલી પોલીસ અધિકારીની ધાક બોલે છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોરીઓના કેસો કરી તેને પાસામાં ધકેલી દે છે તો આવા જબરજસ્ત માનવ વિનાશના કૌભાંડ ૧પ વર્ષથી ચાલે છે પણ જયારે હવે ડેમની દીવાલો ધ્રુજવા માંડી ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.  રપ ગામોના ખેડુતોને સિંચાઈનું પાણી તેમજ રાજુલા જાફરાબાદ શહેરની જનતાને ડેમમાંથી સ્પેશ્યલ પાણીની પાઈપ લાઈન કરોડો રૂપિયાના ખર્ચે વર્ષોથી નંખાયેલ છે અને પીવાનું પાણી પીવે છે. એટલે ડેમ નજીકની તમામ ખાણો બંધ કરાવવા લોક માંગ ઉઠવા પામી છે.

ખાણના માલિકોને નોટીસ પાઠવી છે

ખાણોના બ્લાસ્ટીંગથી ધારતવડી ડેમની દિવાલોમાં વાયબ્રેશન શરૂ થયા છે અને અમોએ ખાણોના માલિકોને નોટીસ પણ ફટકારેલ છે અને હજી ઉપર લેવલે અમોએ જાણ કરેલ છે. અને હવે છેલ્લી નોટીસ આપવાની છીએ

સિંચાઈ વિભાગના અધિકારી સુવર

Previous articleલાઠી પ્રાંત કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ
Next articleતળાજા ફોરેસ્ટ કચેરીના વનપાલ પંડયાનો વિદાય સમારોહ યોજાયો