લાઠી પ્રાંત કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ

658

લાઠી પ્રાંત અધિકારી અસારીની અધ્યક્ષતામાં સંકલનની મીટીંગ મળી મીટીંગમાં સ્થાનિક વિવિધ પ્રશ્નોનો સરળી કરણથી ઉકેલ કરવા તંત્રનો અભિગમ વીના તુમાર કામ કરવાની  અગ્રણીઓ  દ્વારા તાકીદ કરાઈ હતી.  તાલુકામાં ઓછા વરસાદથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા તંત્રને તાકીદ કરતા અગ્રણી ના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરી યોગ્ય ઉકેલની ખાત્રી અપાય. સંકલનની બેઠકમાં  તાલુકા મેજી મણાત ટી ડી ડાંગર મામલતદાર ડેર  સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા સહિતના વિવિધ કચેરીઓના પદા અધિકારીઓ અને દરેક કચેરીઓના ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા થતા કામોની પ્રાંત અધિકારી અસારી  દ્વારા સમક્ષા કરવામાં આવી હતી.

લાઠી પ્રાંત કચેરીમાં સંકલનની મીટીંગમાં રેવન્યુ પંચાયત વીજળી પાણી પુરવઠા માર્ગ પરિવહન આરોગ્ય શિક્ષણ અન્ન પુરવઠા પોલીસ વન વિભાગ પશુપાલન સહિત દરેક કચેરીના તંત્રને પ્રાંતની તાકીદ વિના તુમાર કામગીરી કરવા સુચનાંઓ સંકલનની મીટીંગમાં આવેલ પ્રશ્નો અંગે દરેક કચેરીમાંથી  આવેલ દરેક વિભાગના કર્મચારી  પાસે બારીકમાં બારીક માહિતી મેળવી સુવ્યવસ્થિત રીતે અરજદારોના પ્રશ્ને હકારાત્મક અભિગમ તંત્ર દ્વારા અપનાવાયો હતો.

Previous articleખાખબાઈ ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં અરજદારો આવ્યા નહીં
Next articleધારેશ્વર પાસેની ખાણમાં કરાતા બ્લાસ્ટથી ધાતરવડી-૧ ડેમમાં વાઈબ્રેશનની શરૂઆત