ભાવનગર જિલ્લામાં આજે ૬૫ નવા કેસ નોંધાતા ફફડાટ, એક્ટિવ કેસનો આંક ૨૦૦ને પાર

11

૪ વિદ્યાર્થીઓ, સર ટી હોસ્પિટલના વધુ ૨ ડોક્ટરો, શિક્ષક તથા એક્સલ કંપનીનો વર્કર કોરોનાની ઝપેટમાં : શહેરમાં ૧૮૭ અને ગ્રામ્યમાં ૨૫ દર્દીઓ મળી કુલ ૨૧૨ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. આજે એક જ દિવસમાં નવા ૬૫ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૨૦૦ને પાર પહોંચી ચૂકી છે. ભાવનગર શહેરમાં આજે ૫૧ નવા કેસ નોંધાયા હતા જેમાં ૨૫ પુરુષનો અને ૨૬ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૭ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૧૪ કેસ નોંધાયા હતા જેમાં ૧૩ પુરુષનો અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં ૫૧ કેસ નોંધાયા છે તેમાં સરકારી શાળા નંબર ૧ અને ૩ માં અભ્યાસ કરતા એક-એક વિદ્યાર્થી, તથા ઘોરણ ૮ ગુરુકુળ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તથા સરદારનગર ગુરુકુળ ઘોરણ-૧૧ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તથા શામપરાના એક શિક્ષક પોઝિટિવ આવ્યા હતા, ભાવનગર સર ટી હોસ્પિટલના વધુ ૨ ડોક્ટરો, સર ટી હોસ્પિટલના એક નર્સિંગ સ્ટાફ તથા એક્સલ કંપનીનો એક વર્કર સહિત કોરોનાની ઝપટમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા.આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૮૭ પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૫ દર્દી મળી કુલ ૨૧૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૭૪૧ કેસ પૈકી હાલ ૨૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૦ દર્દીઓનું અવસાન થયું છે.