ડાયનેમીક્સ ઓફ કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા પર પ્રશંસનીય વર્કશોપ નું આયોજન

752

ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) દ્વારા ડાયનેમીક્સ ઓફ કેપિટલ માર્કેટ ઇન ઇન્ડિયા વિષય પર વર્કશોપ નું આયોજન થયું. વર્કશોપ નાં પ્રથમ દિવસે બીબીએ સેમેસ્ટર- ૪ નાં ૧૫૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓ ને તેમના અભ્યાસક્રમ  નાં ભાગરૂપે  ભણતા ફાઈનાનસીયલ મેનેજમેન્ટ વિષય ની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી જેમાં ભારતીય અર્થતંત્રની ફાઈનાન સીયલ સીસ્ટમમાં કેપિટલ માર્કેટ તેમજ મની માર્કેટનું કેવું મહત્વપૂર્ણ યોગદાન છે. તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પ્રથમ વર્ષ નાં વિદ્યાર્થીઓ ને અભ્યાસની સાથેસાથે આવા અર્થસભર વર્કશોપ થી મેનેજમેન્ટ તેમજ આર્થિક બાબતોમાં  રૂચી વધે છે.સીરીઝ નાં બીજા દિવસે બીબીએ કોલેજ નાં પ્રથમ વર્ષ નાં ૧૮૦ વિદ્યાર્થીઓ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેઓ ને ફાઈનાન્સિયલ માર્કેટ નાં કાર્યો સિદ્ધાંતો સાથે સાથે ઇ.મ્.ૈં.નો રોલ માર્કેટ ની સાતત્ય પૂર્ણ કાર્ય પદ્ધતિ થી ભારતીય અર્થતંત્ર પર આવતી અસરો તેમજ સ્ટોક માર્કેટ વિષે ની સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા માં આવી હતી. તેમજ સ્ટોક માર્કેટ, મનીમાર્કેટ સરક્યુલર ફલોઓફ મની પર વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી.

ૈંઝ્રૈંઝ્રૈં ડાયરેક્ટ તરફથી માર્કેટિંગ જોનલ હેડ ઝંખના શ્રીવાસ્તવ, વૈભવી વિઠલાણી તેમજ સુનીલભાઈ દ્વારા વિદ્યાર્થીઓ ને ખુબ અસરકારક રીતે ફાઈનાન્સ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ અને સ્ટોક માર્કેટ ની ખુબ ઊંડાણ પૂર્વક સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ ને સ્ટોક માર્કેટ ની “ સ્ટોક માઈન્ડ” સ્પર્ધા માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમજ તેઓ એ વિદ્યાર્થીઓ ને લોગીન કેવીરીતે કરવું તેમજ ઓન લાઈન ટ્રેડીંગ કેવીરીતે થાય તેની તલસ્પર્શી માહિતી આપી હતી.

આ ગેમ ની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ ને લાઈવ ટ્રેડીંગ કરવા નો મોકો મળે તેમજ ૧૫ લાખ વર્ચ્યુઅલ રૂપિયા પણ શેર માર્કેટ માં ટ્રેડીંગ માટે આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ ને હાલ ના માર્કેટની પરિસ્થિતિ માં સ્ટોક માર્કેટનો કોઈપણ જાતનાં જોખમ વિના અનુભવ મેળવવા નો મોકો મળે કેમકે ઓન લાઈન માર્કેટ સાથે તેને લીંક કરવામાં આવેલ છે. કોલેજ રાઉન્ડ ના ત્રણ વિજેતા જાહેર થશે જયારે રાષ્ટ્રીય સ્તરે માર્ચ-૨૦૧૯ માં ગેમ આયોજિત થશે. જે એક સપ્તાહ દરમ્યાનની સ્પર્ધા હશે. દરરોજ સવારે ૯.૧૫ થી ૩.૩૦ સુધીમાં ઓનલાઈન ટ્રેડીંગ વિદ્યાર્થીઓ ને તેમના વર્ચ્યુઅલ લોગીન માં વર્ચ્યુઅલ ૧૫ લાખ રૂપિયા સાથે કરવા નું રહેશે. વિદ્યાર્થીઓ ને પ્રથમ ત્રણ ઇનામ માટે ૧,૦૦,૦૦ થી લઇ ૨૫,૦૦૦ ના રોકડ ઇનામ પ્રમાણપત્ર તેમજ અન્ય અનેક લાભ આપવાની વાત પણ તેમણે વિદ્યાર્થીઓ ને સમજાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે. કે છેલ્લા ચાર વર્ષ થી આપણી કૉલેજ નાં વિદ્યાર્થીઓ આ સ્પર્ધા માં ખૂબ ઉત્કૃષ્ટ પ્રદર્શન  કરી રહ્યા છે. જેમા જય સુથાર રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય તેમજ નિખિલ ચૌહાણ રાજ્ય કક્ષા ઍ પ્રથમ સ્થાન મેળવી ચૂક્યા છે.

બીબીઍ કૉલેજનાં અધ્યાપક ગણ વિદ્યાર્થીઓને આવી તમામ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરતા રહે છે. જેનાથી વિદ્યાર્થીઓ માં પડેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવી શકાય. વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે વર્કશોપ દ્વારા ફાઈનાન્સ વિષય નું ખુબ ઊંડાણ પૂર્વક પ્રાયોગિક જ્ઞાન મળ્યું હતું જે તેઓ ને તેમની વ્યવસાયિક કારકિર્દી માં ઉપયોગી સાબિત થશે.

Previous articleબસ સ્ટેન્ડને બદસુરત બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
Next articleકુપોષિત બાળકો માટે વિજાપુર તાલુકાના તલાટી મંડળની અનોખી પહેલ