બાપુ કોલેજ ખાતે એન્ટરપ્રેનીયર્શીપ અવરનેશ પ્રોગ્રામ વિશે એક દિવસીય વર્કશોપનું આયોજન

861

શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પમી ડીસેમ્બર, ર૦૧૮ ના રોજ એન્ટરપ્રેનીયર્શીપ અવરનેશ પ્રોગ્રામ વિષે એક દિવસના વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

એક્ષપર્ટ લેકચર આપવા માટે અમદાવાદની સેન્ટર ફોર એન્ટરપ્રેનીયર્શીપ ડેવલપમેન્ટથી પધારેલ ડૉ. સંજય જયસ્વાલ દ્વારા ઉપરોકત વિષય પર સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમના વ્યાખ્યાનમાં એડોપ્શન ઓફ એન્ટરપ્રેનીયર્શીપ વિશે સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં કોલેજમાં ચાલતી એન્ટરપ્રેનીય-ર્શીપ ડેવલપમેન્ટ સેલના ફેકલ્ટી મિત્રોએ મહત્વનો ફાળો આપ્યો હતો.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્‌ટ ખોટકાઈઃહજારો પ્રવાસીઓ અટવાયા
Next articleનાના ચિલોડાથી આ ગેંગ દિલ્હી ગઈ હોવાનો અને પેપર સોલ્વ કરવાનો પોલીસનો દાવો