CBIના બે ટોપ અધિકારીઓ બિલાડીની જેમ લડી રહ્યા હતા

687

સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, સીબીઆઈના બે ટોચના અધિકારીઓની લડાઈ પબ્લિકની વચ્ચે આવી ગઈ હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ સમગ્ર મામલાને લઇને ચિંતાતુર હતી. સરકાર અને સીવીસીને નિર્ણય લેવાની જરૂર હતી. કોણ યોગ્ય અને કોણ અયોગ્ય છે તે અંગે નિર્ણય લેવાની જરૂર હતી. સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા પોતાની લડાઈ પ્રજાની વચ્ચે લઇ જનાર છે તે અંગે તેમની પાસે કોઇ પુરાવા છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે એજીને પ્રશ્નો કર્યા હતા. ત્યારબાદ વેણુગોપાલે કોર્ટને અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલોની નકલ સોંપી હતી. સીબીઆઈમાં પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સરકાર તરફથી કાર્યવાહી ખુબ જરૂરી બની ગઈ હતી. સ્થિતિ એવી થઇ ગઇ હતી કે આખરે કેન્દ્ર સરકારને મામલામાં દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. મામલાની સાવધાનીપૂર્વક તપાસ બાદ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે, સીબીઆઈ ડિરેક્ટરને રજા ઉપર મોકલી દેવામાં આવે.

એજીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે ચલાઈ સામાન્ય જનતાની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ હતી. કેન્દ્ર સરકારે આના ઉપર નજર રાખી હતી. આ બંને અધિકારીઓ બિલાડીની જેમ લડી રહ્યા હતા. આ પહેલા મામલાની સુનાવણી દરમિયાન આલોક વર્માના વકીલ નરિમને કહ્યું હતું કે, સીબીઆઈના ડિરેક્ટરની અવધિ બે વર્ષ માટે ફિક્સ હોય છે. તેમની બદલી પણ થઇ શકતી નથી. બદલી કરવા માટે હાઈપાવર કમિટિની મંજુરી જરૂરી હોય છે પરંતુ વર્તમાન મામલામાં આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા છતાં હાઈપાવર કમિટિની મંજુરી લેવામાં આવી ન હતી.

Previous articleસ્પેસમાં ISRO બાહુબલી સેટેલાઈટ GSAT-11 લોન્ચ
Next articleઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલ પ દિવસની કસ્ટડીમાં રહેશે