ઘેર ઘેર પાણી પહોંચાડવા પર સાડા ત્રણ લાખ કરોડ ખર્ચાશે

395

ચંદ્રયાન-૨ મિશનને લઇને જે કંઇપણ થયું તેમ છતાં વૈજ્ઞાનિકોનો જુસ્સો આસમાન પર પહોંચેલો છે. વૈજ્ઞાનિક હવે બોધપાઠ લઇને આગળ વધવા માટે કટિબદ્ધ છે. ઇસરો જેવી કટિબદ્ધતા સાથે જીવનના દરેક સંકલ્પને પૂર્ણ કરી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આઠ કરોડમાં ઉજ્જવલા ગેસ કનેક્શન આપતી વેળા આ અંગેની જાહેરાત કરી હતી. સાત મહિના પહેલા જ આઠ કરોડ ગેસ કનેક્શન આપવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી છે. ઔરંગાબાદની આયશા શેખને ૮ કરોડમું ગેસ કનેક્શન આપતી વેળા મોદીએ કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ ગેસ કનેક્શન આપવાના જે સંકલ્પો કર્યા હતા તે સંકલ્પને પૂર્ણ કરવામાં સફળતા મળી ગઈ છે. માત્ર લક્ષ્યને પૂર્ણ કરવામાં આવ્યું નથી બલ્કે સમય કરતા સાત મહિના પહેલા લક્ષ્યને પૂર્ણ કરવામાં આવ્યું છે. આઠ કરોડ ગેસ કનેક્શનના મામલામાં ૪૪ લાખ એકલા મહારાષ્ટ્રમાં છે. મોદીએ આના માટે દેશની તમામ બહેનોને શુભેચ્છા આપી હતી જે ધુમાડામાંથી મુક્ત બની ચુકી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક ઘર સુધી એલપીજી અને પાંચ કિલોના સિલિન્ડરને પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવશે. ૧૦૦૦૦ નવા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગનાઓને ગામમાં રોકવામાં આવ્યા હતા.

આ કામ માત્ર કનેક્શન આપવા સુધી મર્યાદિત નથી. આના માટે વધુ વ્યવસ્થા કરવામાં આવી છે. ખુબ જ ઇમાનદારી અને પવિત્રતા સાથે આ કામ કરવામાં આવ્યું છે. મોદીએ કહ્યું હતું કે, સરકાર બન્યાને ૧૦૦ દિવસની અંદર જ આ કામ પૂર્ણ થઇ ગયું છે. મોદીએ કહ્યું હતું કે, હવે દેશમાં એક પણ એવા પરિવાર રહેવા જોઇએ નહીં જેમના ઘરમાં એલપીજી કનેક્શન નથી. આની સાથે સાથે આ યોજનાને વધુ સુવિધાજનક બનાવવા માટે પાંચ કિલોના સિલિન્ડરને પ્રોત્સાહન આપવાની હિલચાલ ચાલી રહી છે. દેશના દરેક વિસ્તારોમાં પાઇપથી ગેસ પહોંચાડવાને લઇને પણ કામ ચાલી રહ્યું છે. મોદીએ ત્રિપલ તલાક અને અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, મોટુ કાનુન બનાવીને સમાજમાં એકતા તથા જાગૃતતા લાવવાના પ્રયાસ થયા છે. આર્થિક સશક્તિકરણને મજબૂત કરવાની દિશામાં પહેલ થઇ રહી છે. મોદીએ ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવાથી લઇને અનેક પગલા કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉઠાવી રહી હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત સરકારની જુદી જુદી સિદ્ધિઓની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ગામ સુધી પીવાનું પાણી પહોંચાડવા, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ મિશન હેઠળ પાણી બચાવવા માટે, ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે દેશ કટિબદ્ધ છે. આવનાર પાંચ વર્ષમાં આ અભિયાન ઉપર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

Previous articleહાથશાળ-હસ્તકલા કારીગરોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ
Next articleપાકના રક્તપાત કરવાના ઇરાદા સફળ રહેશે નહીં