પાકના રક્તપાત કરવાના ઇરાદા સફળ રહેશે નહીં

319

ભારતે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા ઉપર ફરીવાર જોરદાર ચેતવણી આપી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું છે કે, પાકિસ્તાનની પાસે માત્ર આતંકવાદ જ હથિયાર તરીકે છે અને તેને આ હથિયાર સાથે સફળ થવાની ભારત તક આપશે નહીં. અજીત દોભાલે સરહદપાર આતંકવાદીઓના સક્રિય થવાની સ્થિતિને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યં હતું કે, કાશ્મીરમાં સામાન્ય લોકો સરકારના નિર્ણયની સાથે છે અને આવનાર સમયમાં આ પ્રદેશમાં નવી તકો લઇને આવશે. દોભાલે કહ્યું હતું કે, કલમ ૩૭૦ કાશ્મીરના માટે સ્પેશિયલ સ્ટેટસ નહીં પરંતુ સ્પેશિયલ ભેદભાવની સ્થિતિ હતી. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, તેના ઇરાદા ક્યારે પણ સફળ થનાર નથી. કારણ કે, કાશ્મીરમાં સંપૂર્ણપણે શાંતિ છે અને સ્થિતિ સામાન્ય છે.  એનએસએ અજીત દોભાલે કહ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ પ્રોપર્ટી જેવા ૧૦૬ કાનૂન હતા જે કલમ ૩૭૦ના કારણે જમ્મુ કાશ્મીરમાં અમલી બની રહ્યા ન હતા. સ્પેશિયલ સ્ટેટસ નહીં બલ્કે સ્પેશિયલ ભેદભાવની સ્થિતિ હતી. પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કલમ ૩૭૦નો ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાન આતંકવાદ મારફતે કાશ્મીરમાં સ્થિતિને ખરાબ કરવાના પ્રયાસમાં છે. દોભાલે કહ્યું હતું કે, સરહદથી ૨૦ કિલોમીટરના અંતરે પાકિસ્તાનમાં કોમ્યુનિકેશન ટાવર રહેલા છે. અમે તેમની વાત સાંભળી ચુક્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, તમે લોકો શું કરી રહ્યા છો. કાશ્મીરમાં આટલી મોટી સંખ્યામાં કારોબાર ફરી કઈરીતે શરૂ થઇ ગયા છે. કટ્ટરપંથી સભ્યોને સાફ શબ્દોમાં સ્થિતિને ગંભીર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં સરહદ પારથી ૨૩૦ ત્રાસવાદીઓની ઓળખ થઇ છે તેમાંથી અનેકની ધરપકડ કરી લેવાઈ છે. દોભાલે કહ્યું હતું કે, કાશ્મીરીઓની સુરક્ષા માટે અમે સંકલ્પ કરી ચુક્યા છે. જ્યાં નિયંત્રમઓની જરૂર હશે ત્યાં નિયંત્રણો પણ મુકાશે.

Previous articleઘેર ઘેર પાણી પહોંચાડવા પર સાડા ત્રણ લાખ કરોડ ખર્ચાશે
Next articleભારતીય રાષ્ટ્રપતિના વિમાન માટે પાકિસ્તાન એરસ્પેસ ખોલશે નહીં