આવતીકાલથી પ્રારંભ થતા માર્ગશીર્ષ માસનાં શુકલ પક્ષનાં પખવાડિયાનાં પંચાગની સંક્ષિપ્ત સમીક્ષા

1276

(સંવત ૨૦૭૫ શાકે ૧૯૪૦ તા.૮ ડિસેમ્બર-૨૦૧૮ શરૂ થતો માર્ગશીર્ષ માસનો શુક્લપક્ષ તા.૨૨ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ પૂર્ણ થશે.
દિન વિશેષતાની દ્રષ્ટિએ આ પક્ષમાં તા.૮ માર્તંડ ભૈરવ ષડરાયોત્સવનો આરંભ તા.૯ મુસ્લિમ રવિ ઉસ્સાની માસ-૪ પ્રારંભ તા.૧૧ વિનાયક ચતુર્થી (અંગારકી)તા.૧૨ નાગ પંચમી તા.૧૩ ચંપાષષ્ઠી માર્તંડ ભૈરવ ષડરાયોત્સવ સમાપિત તા.૧૪ મિત્ર સપ્તમી તા.૧૫ દુર્ગાષ્ટમી અને પારસી મહિનો અમરદાદ (૫) પ્રારંભ તા.૧૬ નવમી (નોમ) વૃધ્ધિતિથિ છે તા.૧૭ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે શ્રી હરિજયંતી તથા આજથી ‘ધર્નુમાસ’નો પ્રારંભ તા.૧૮ મોક્ષદા એકાદશી (સ્માર્તં) તથા ગીતાજયંતી તા.૧૯ વૈષ્ણવ એકાદશી દ્વાદશી ક્ષયતિથિ મુસ્લિમ કૃતિહાયાસહમ ગ્યારવી શરિફ તા.૨૦ પ્રદોષ તા.૨૧ શિશિર ઋતુનો પ્રારંભ તથા તા.૨૨નાં રોજ વ્રતની પૂનમ દત્તાત્રેય જયંતી (બહુચરાજીમાં મેળો) છે.
તા.૧૨નાં રોજ મોડીરાત્રે ક.૩૦-૧૨ થી ‘પંચક’શરૂ થશે અને તા.૧૭ (ક.૨૮-૧૭)નાં પુરૂ થશે. (ક.૨૮-૧૭)નાં પુરૂ થશે. આ પક્ષમાં ‘વિછુડો’ નથી.
ઉત્તર ભારત વ્રજભૂમિ તથા રાજસ્થાન પ્રદેશમાં તા.૨૨ પછી ‘પુર્ણિમાન્ત’પૌષ માસનો પ્રારંભ થઈ જશે.
દિન શુધ્ધિની દ્રષ્ટિએ રોજબરોજનાં નાના મોટા અગત્યનાં કાર્યો જેવા કે મુસાફરી પ્રયાણ મહત્વની મિટીંગો ખરીદી વેચાણ કોર્ટ કચેરીનાં કે દસ્તાવેજી પ્રકારનાં કાર્યો કે તેવા અન્ય મહત્વનાં કાર્યો માટે તા.૧૨-૧૩-૧૪ તથા ૧૭ શુભ-શ્રેષ્ઠ તા.૯-૧૦-૧૮ તથા ૨૦ ‘મધ્યમ’તથા તા.૮-૧૧-૧૫-૧૬-૧૯-૨૧-૨૨ દરેક રીતે અશુભ છે.
હવે લગ્નની સિઝન પૂરબહારમાં શરૂ થઈ જશે. ખાસ કરીને તા.૧૨-૧૩-૧૭-૧૮ તથા તા.૨૨ નાં રોજ લગ્ન માટેનાં ઉત્તમ શ્રેષ્ઠ નક્ષત્રો હોવાથીએ દિવસો દરમિયાન ભાગ્યે જ કોઈ હોલ પાર્ટી પ્લોટ કે વાડી ખાલી હશે મતલબ કે સંખ્યાબંધ લગ્નપ્રસંગોનું આયોજન થચયેલ છે. વાસ્તુપૂજન માટે તા.૧૭ કળશ સ્થાપન માટે તા.૧૩-૧૪-૧૭ તેમજ ‘ખાતમુર્હુત’ માટે તા.૧૦ ઉત્તમ છે.
વર્તમાન ગોચરનાં ગ્રહોની સ્થિતિ જોતાં સૂર્ય વૃશ્ચિક તથા ધનરાશિમાં ચન્દ્ર ‘વૃશ્ચિક’થી ધન રાશિ સુધીમાં મંગળગ્રહ કુંભ રાશિમાં બુધ અને ગુરૂ વૃશ્ચિક રાશિમાં, શુક્ર તુલા રાશિમાં (સ્વગૃહી)તથા શનિ ધનુરાશિમાં ભ્રમણ કરશે હર્ષલનુ મેષ રાશિમાં (વક્રી) નેપ્ચ્યુન કુંભરાશિમાં તથા પ્લુટોનું ધન રાશિમાં ભ્રમણ રહેશે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા વર્ગ માટે આકાશમાં તા.૧૧નાં રોજ ચન્દ્ર શનિની યુતિ, તા.૧૫નાં રોજ ચન્દ્ર મંગળની યુતિ તથા તા.૨૧ બુધ-ગુરૂની યુતિ માણવા જેવી હશે.
ગોચરનાં ગ્રહોનો અભ્યાસ કરતાં સંક્ષિપ્તમાં જોઈએ તો આ પક્ષનાં દિવસો કુંભ (ગ-શ-સ), સિંહ (મ-ટ) વૃષભ (બ-વ-ઉ) તથા વૃશ્ચિક (ન-ય) રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે દરેક પ્રકારે શુભ ફળ દાતા (ધાર્યા કાર્યોની સિધ્ધી) મીન (દ-ચ-ઝ-થ)મિથુન (ક-છ-ધ) કન્યા (પ-ઠ-ણ)અને ધન (ભ-ધ-) માટે બધી રીતે મધ્યમ મહત્વનાં કાર્યોમાં વિલંબ વિક્ષેપ તેમજ મેષ (અ-લ-ઈ)કર્ક (ડ-હ), તુલા (ર-ત), તથા મકર (ખ-જ)રાશિ ધરાવતા વર્ગ માટે તદ્દન સામાન્ય (ખર્ચ બિમારી કે પ્રતિકુળતાઓ)પ્રકારનાં સાબિત થાય મુંઝવતી અંગત સમસ્યાઓનાં નિરાકરણ તથા સમાધાન માટે મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ ઉપર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકાશે.

Previous articleભાજપ પૂણે લોકસભા બેઠક પરથી અભિનેત્રી માધુરી દિક્ષિતને ટિકિટ આપશે..!?
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે