૫ેપરલીક કાંડ : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રકશન

1141

લોકરક્ષકની પરીક્ષાના પેપરલીક કાંડમાં રાજયની એટીએસ ટીમે કુલ ૧૨ આરોપીઓને ઝડપી લીધા છે.ત્યારે રીમાન્ડ પર મેળવાયેલા બે આરોપીઓ સાથે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુરૃવારે સવારે રાજેન્દ્રનગર ચોકડી એ આવી પહોંચી હતી. આ આરોપીઓ પેપર મેળવવા દિલ્હી મોટર માર્ગે ગયા હોવાથી  પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન હાથ ધરાયું હતું.રાજેન્દ્રનગરથી શામળાજી માર્ગ વચ્ચે આવતી હોટલોથી માંડી ટોલપ્લાઝાના સીસીટીવી ફુટેજ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. જયારે જિલ્લાાના આરોપીઓના રીમાન્ડ મંજૂર થતાં જ બાયડ, ધનસુર અને વડાગામ પંથકના કેટલાક શકમંદો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

રાજયભરમાં બહુચર્ચિત એલઆરડી પેપરલીક કાંડમાં અરવલ્લી જિલ્લાના ૩ આરોપીઓ સહિત અત્યાર સુધીમાં ૧૨ આરોપીઓ ઝડપી પડાયા છે.આ પેપરકાંડમાં દિલ્હીના ઠગોએ ગુજરાતી ઓને લૂંટી લીધા હોવાની વિગતો દર્શાવી રાજયના અધિકારીઓ અને રાજકારણીયોને બચાવી લેવા પ્રયાશો કરાઈ રહયા હોવાના આક્ષેપો વચ્ચે જ સમગ્ર પેપરફોડ ઘડનાનું રીકન્સ્ટ્રકશન તપાસ અજેન્સી ઓ દ્વારા હાથ ધરાઈ રહયું છે.

દિલ્હીના ગુડગાંવ ખાતે પેપર લેવા મોટર માર્ગે ગયેલા પેપરકાંડના આરોપીઓના મોબાઈલ ફોન રાજેન્દ્રનગર ખાતે નિલેશ નામના કોઈ શખ્શે બંધ કરાવી દીધા હોવાની વિગતો બહાર આવી હતી ગુરૃવારની સવારે ગાંધીનગર એલસીબી ૫ોલીસની બે ટીમો હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી ખાતે આવી પહોંચી હતી.

રાજેન્દ્રનગરથી માંડી શામળાજી વચ્ચે ની હોટલો તેમજ વાંટડા ટોલ પ્લાઝાના સીસીટીવી ના ફુટેજો મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી.ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપી પ્રિતેશ પટેલ(રમોસ-બાયડ) અને અજય પરમારને કારમાં જોડે રાખ્યા હતા. અને વધુ તપાસ અર્થે પોલીસની આ બે ટીમો વાયા વીંછીવાડા થઈ દિલ્હી તરફ રવાના થઈ હતી.

ચકચારી પેપલીક કાંડના આરોપીઓના રીમાન્ડ મંજૂર કરતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પુછપરછ હાથ ધરાઈ છે.ત્યારે અગાઉ ટાટ પેપર લીક કાંડના જિલ્લાના શકમંદો અરવિંદ સહિતના શકમંદો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જયારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસની તપાસમાં જણાઈ આવેલા વધુ ૧૦ શકમંદોની સઘન પુછપરછ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર આ પ્રકરણ દિલ્હીના ઠગના માથે નાખી રાજયના રાજકીય આગેવાનોને બચાવી લેવા તખ્તો ઘડાઈ રહયો હોવાની શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.

Previous articleસશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે નિધિમાં રાજયપાલ તેમજ મુખ્યમંત્રીએ ફાળો આપ્યો
Next articleઅમેરિકા બાદ બ્રિટન પણ વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર નહી બને