ગાંધીનગરમાં હાલના સંજોગોએ છે તેના કરતાં ત્રણ ગણા પેટ્રોલપંપ ખુલશે

954

સરકારની સરળ યોજના પ્રમાણે ઓઈલની ત્રણેય કંપનીઓ દ્વારા ગાંધીનગરમાં વધુ ૧૭૯ પેટ્રોલપંપ સહિત રાજયમાં કુલ ૪૪પ૦ નવા પેટ્રોલપંપ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ગાંધીનગર જિલ્લામાં ત્રણેય કંપનીના ૮૩ પેટ્રોલપંપ કાર્યરત છે. જેમાં ૧૭૯ પેટ્રોલ પંપ ઉમેરાતા જિલ્લામાં લગભગહાલની સરખામણીમાં ત્રણ ગણા પેટ્રોલપંપ નવા ખુલવા જઈ રહ્યા છે. જેમાં ઈન્ડિયન ઓઈલના લગભગ ૧૦૧ જેમાં ૭૬ શહેરી અને રપ ગ્રામ્ય કક્ષાએ ખોલવામાં આવનાર છે. અત્યારસુધી એક પેટ્રોલપંપ સરેરાશ ત્રણ હજાર લીટર પેટ્રોલ અને ૪ હજાર લીટર ડીઝલનું વેચાણ કરી રહ્યા હોવાનું ઈન્ડિયાન ઓઈલના ડેપ્યુટી જનરલ મેનેજર રાજામુની તમાલકરે માહિતી આપતા જણાવ્યું હતું.

સરકારી કંપનીઓ હોવાથી પેટ્રોલપંપ ફાળવવા માટે પણ અનામતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી લોકેશન પ્રમાણે ફાળવી દેવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર પેટ્રોલપંપ ખોલવા માટે ભારતીય નાગરિક હોય અને રહેવાશી હોય તેવી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે. જેની શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ હોય. આ ઉપરાંત પેટ્રોલપંપ ખોલવા માટે નેશનલ હાઈવે હોય તે સંજોગોમાં ૩પ મીટર રોડ ફેસીંગ અને ૪પ મીટર ઉંડાઈની જમીનની જરૂરિયાત હોય છે. સ્ટેટ હાઈવે હોય તે સંજોગોમાં ૩પ મીટર બાય ૩પ મીટર જયારે શહેરી તેમજ અન્ય વિસ્તારોમાં ૩૦ બાય ૩૦ મીટર જમીનની મીનીમમ જરૂરિયાત અને રપ લાખ ટર્નઓવર માટેનું ફંડ જરૂરી છે. આ તમામ ફોર્મ ઓનલાઈન ભરવાના હોવાથી કંપની તરફથી આસીસ્ટન્ટ પણ પુરુ પાડવામાં આવનાર છે.

Previous articleમાણસામાં અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલાઓના સર્વે માટે મીટિંગ મળી
Next articleબાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિએ પરિનિર્વાણ દિન મનાવ્યો