RTOના લાઈસન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાં લોકો પરેશાન

656

રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે અરજદારોને વધુ ખર્ચ ભોગવવો પડે છે. લાઇસન્સ માટે ઈ-પેમેન્ટ ના થાય તેવા કિસ્સામાં અરજદારને એરર દૂર કરવા માટે આરટીઓમાં લાંબા થવું પડે છે. આ પછી ફરી ઘરે જઇ ઓનલાઇન પેમેન્ટ કરવું પડે છે ત્યારે લાઇન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંના કારણે અરજદારોને પરેશાન થવું પડે છે.

સુભાષબ્રિજ આરટીઓમાં ઇ-પેમેન્ટ સિસ્ટમમાં એરરના કારણે લોકોને ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં તકલીફ પડે છે. આમ છતાં આરટીઓ અધિકારીઓ ઓનલાઇન પેમેન્ટની ફરજ પાડે છે. એરરના કારણે ઘણા અરજદારોનાં નાણાં ફસાઇ પડ્યાં છે અને લોકોને તકલીફ પડે છે. આરટીઓમાં ઈ-પેમેન્ટ મરજિયાત કરવામાં આવે તેવી ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ ફેડરેશન દ્વારા આરટીઓને રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઇન સિસ્ટમમાં વારંવાર એરર આવે છે. સિસ્ટમના વાંકે અરજદારોને ભોગવું પડે છે. લોકોને તકલીફ ના પડે તે માટે ઓનલાઇન અને ઓફલાઇન પેમેન્ટ લેવું જોઇએ.

ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ ફેડરેશનના પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું કે મેં વાહનવ્યવહાર વિભાગના સચિવ અને કમિશનરને આરટીઆઈ પણ કરી છે તેના જવાબમાં ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત નથી ત્યારે આરટીઓમાં સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શનમાં પણ ઇ-પેમેન્ટનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ લાઇસન્સના અરજદારોને એરરના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને જે કોઈ અરજદાર પાસે કાર્ડ ન હોય તેવા અરજદારોને સાયબર કાફેમાં વધારાના રૂપિયા ભરવા પડે છે.

Previous articleમાનવ અધિકાર દિવસ નિમિત્તે  ગાંધીનગરના બ્રહ્માકુમારી ‘પીસપાર્ક’ ખાતે સેમિનાર યોજાયો
Next articleઇન્ટરસ્કુલ બેન્ડસ્પર્ધામાં ગુજરાતની કુમાર અને કન્યાનીટીમ પ્રથમ નંબરે