દામનગરની સ્વચ્છતાની વાસ્તવિક્તા એટલે ઠેર-ઠેર વહેતી ખુલ્લી ગટરો

606
guj27112017-2.jpg

દામનગર નગરપાલિકાએ શહેરી વિકાસ વિભાગની ભૂગર્ભ યોજના અધુરી હોવા છતાં કમ્પ્લીશન સર્ટી આપી દીધું. અહોવિચિત્રમ કહેવાય તેમ ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર પહોંચી જ નથી કેટલાય વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નથી. 
ઓનલાઈન સ્ટેન્ડરોથી જે તે એજન્સીએ કામ કર્યુ તે એજન્સીએ દામનગર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ કર્યુ નથી તેમ છતાં પાલિકા શાસકોએ માત્ર એકલ દોકલ વ્યક્તિએ તંત્ર સાથે મીલીભગતથી સરકારી યોજના પૂર્ણ જાહેર કરી દેતા સર્વત્તર ચર્ચા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઓનલાઈન સ્ટેન્ડરથી શહેરભરમાં એક છેવાડાના ઝુપડાને પણ આવરી લેતી આ ભૂગર્ભ ગટર યોજના શહેરના ઘણા વિસ્તારોમાં પહોંચી પણ નથી ત્યાં યોજના પૂર્ણ જાહેર કરતી સ્થાનિક પાલિકાની અદ્દભૂત જાદુગરી દામનગરની આર્થિક પછાત આંબેડકર નગરમાં ખુલ્લી ગટર શહેરીજનોનું આરોગ્ય રામભરોસે એક સો કરતા વધુ પરિવાર જ્યાં રહે છે ત્યાં શહેરભરની ગંદકીની ખુલ્લી ગટર પાલિકાની પોલ ખોલે છે. 
સ્વચ્છતાની નરી વાસ્તવિક્તા શહેર દરેક વિસ્તારના ગંદા પાણીની ખુલ્લી ગટર ભયાનક બદબુ અતિજોખમી ખુલ્લી ગટરથી ત્રસ્ત સ્થાનિક રહીશોની અનેકો રજૂઆત પછી પણ પાલિકા તંત્ર દ્વારા કઈ દરકાર નથી.