રાજુલા-જાફરાબાદ તાલુકામાં પીઠાભાઈ નકુમનો પ્રવાસ

1138
guj27112017-1.jpg

કોંગ્રેસને રામ રામ કરી આવેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઈ નકુમનો હીરાભાઈ માટે રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકામાં ઝંઝાવાતી પ્રવાસ રાજુલાના ખારી, નવાગામ, બાબરીયાધાર, મોટી ખેરાળી, બર્બટાણા સહિત જાફરાબાદ તાલુકામાં ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે.
કોંગ્રેસમાંથી આવેલ હીરાભાઈ સોલંકી માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઈ નકુમે રાજુલા-જાફરાબાદ-ખાંભા તાલુકાના ગામડાનો ઝંઝાવતી પ્રવાસ આરંભ્યો છે. જેમાં રાજુલા તાલુકાના બર્બટાણા, ખારી, નવાગામ, મેરીયાણા, બાબરીયાધાર, મોટી ખેરાળી વિસ્તારના ગામોમાં હીરાભાઈ સોલંકીને મળતો સન્માન સાથે આવકાર જેમાં ભાજપ દ્વારા થયેલ ત્રણેય તાલુકાનો વિકાસ અને ગુજરાતની શમાન સમી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા ભાજપને જંગી બહુમતીથી વિજય અપાવવા જનતાએ પ્રચંડ સમર્થન આપ્યું હતું તેમજ પીઠાભાઈ નકુમ સાથે તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, માર્કેટ યાર્ડ પ્રમુખ જીગ્નેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, સુકલભાઈ બલદાણીયા, અરજણભાઈ વાઘ તેમજ ડો.હિતેશભાઈ હડીયા, કાતર દરબાર દાદબાપુ વરૂ, કમલેશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, નાગરીક બેન્ક ચેરમેન લાલભાઈ મકવાણા સહિત હીરાભાઈ સોલંકીને ઠેર-ઠેર આવકાર સન્માન સાથે લોકસમર્થન સાથે પ્રવાસ કાર્યક્રમ સફળ રહ્યો છે.